અલ-નીનો ૧૫૦ વર્ષનો રેકોર્ડ તોડશે
હવામાન વિજ્ઞાનીઓની તાજેતરની ચેતવણીએ સમગ્ર વિશ્ર્વમાં ફરી એકવાર િંચતાનું મોજુ ફરી વળ્યું છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, વિશ્ર્વમાં ટૂંક સમયમાં જ અત્યાર સુધીનો સૌથી વિનાશક ’સુપર અલ-નીનો’ જોવા મળી શકે છે. જો આ આગાહી સાચી પડી તો તે છેલ્લા ૧૫૦ વર્ષનો સૌથી શક્તિશાળી અને તાકતવર સુપર અલ-નીનો સાબિત થશે. હવામાન મોડેલ્સના આંકડા દૃર્શાવે છે કે આ સ્થિતિ સર્જાવાના કારણે વૈશ્ર્વિક સ્તરે તાપમાનના તમામ જૂના રેકોર્ડ તૂટી શકે છે. જેના પરિણામે વિશ્ર્વના અનેક દૃેશોમાં કાળઝાળ ગરમી, ભીષણ દૃુષ્કાળ અને કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદૃ જેવી કુદૃરતી આફતોનું પ્રમાણ વધી શકે છે.
કેલિફોર્નિયા સ્થિત પ્રખ્યાત સંસ્થા ’બર્કલે અર્થ’ના રિપોર્ટ અનુસાર, વિશ્ર્વના ૧૪ અલગ-અલગ ક્લાઈમેટ મોડેલ્સ દ્વારા કરવામાં આવેલા સેંકડો અનુમાનોમાંથી લગભગ ૯૦ ટકા મોડેલ્સ એવું દૃર્શાવી રહૃાા છે કે આ વખતે ટ્રોપિકલ પ્રશાંત મહાસાગરનું તાપમાન છેલ્લા ૧૫૦ વર્ષની સરખામણીએ સૌથી ઉચ્ચ સ્તરે પહોંચી શકે છે. આ દૃરમિયાન સમુદ્રની સપાટીનું તાપમાન સામાન્ય કરતાં ૩.૬ ડિગ્રી સેલ્સિયસ સુધી વધી જવાની ભીતિ છે. આ પહેલા સૌથી શક્તિશાળી સુપર અલ-નીનો વર્ષ ૨૦૧૫-૧૬માં નોંધાયો હતો, જ્યારે સમુદ્રી તાપમાનમાં ૨.૭૫ ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો હતો.
વૈજ્ઞાનિકોનું માનવું છે કે માનવસર્જિત પ્રદૃૂષણ અને ગ્લોબલ વોર્મિંગના કારણે પૃથ્વીનું તાપમાન પહેલેથી જ સતત વધી રહૃાું છે. આવી સ્થિતિમાં જો હવે અત્યંત મજબૂત સુપર અલ-નીનો પણ ઉમેરાશે, તો આ બંને પરિબળો ભેગા મળીને વૈશ્ર્વિક તાપમાનને ખતરનાક સ્તરે પહોંચાડી દૃેશે. આ બમણા પ્રહારને કારણે પૃથ્વી પર અસહૃા હીટવેવ, લાંબા ગાળાનો દૃુષ્કાળ અને ચોમાસાના ચક્રમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે.ભારતના સંદૃર્ભમાં જોઈએ તો અલ-નીનોની સીધી અસર સામાન્ય રીતે ચોમાસાના વરસાદૃ પર જોવા મળતી હોય છે. ભૂતકાળના અનુભવો દૃર્શાવે છે કે અલ-નીનોના વર્ષોમાં ભારતમાં સામાન્ય કરતાં ઓછો વરસાદૃ પડે છે.
જોકે, હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે દૃરેક વખતે એવું બનવું જરૂરી નથી, કારણ કે ભારતીય ચોમાસું માત્ર અલ-નીનો જ નહીં પરંતુ ઈન્ડિયન ઓશન ડીપોલ ર્(ૈંંડ્ઢ) જેવા અન્ય ઘણા સ્થાનિક અને સમુદ્રી પરિબળો પર પણ આધાર રાખે છે. છતાં, જો આ સુપર અલ-નીનો વધુ શક્તિશાળી બનશે તો ભારતમાં પણ ગરમીનો પ્રકોપ વધી શકે છે અને વરસાદૃની પેટર્નમાં અચાનક ફેરફારો આવી શકે છે.
હાલના તબક્કે આ વિવિધ ક્લાઈમેટ મોડેલ્સ દ્વારા વ્યક્ત કરવામાં આવેલું એક અનુમાન છે. આગામી મહિનાઓમાં સમુદ્રના તાપમાન અને હવામાનના નવા આંકડાઓ સામે આવ્યા બાદૃ જ સાચી અને સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થશે. પરંતુ હાલ માટે મોટાભાગના વૈજ્ઞાનિક મોડેલ્સ એક જ ઈશારો કરી રહૃાા છે કે જો આ અનુમાન સાચું ઠરશે, તો વિશ્ર્વએ છેલ્લા ૧૫૦ વર્ષના સૌથી વિનાશક અને તાકતવર સુપર અલ-નીનોનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે.