Jai Hind

ક્રૂરતા સામે કાનૂની રક્ષણનો અધિકાર માન્ય લિવ-ઇન સંબંધોને લઈને સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય

બદૃલાતા સામાજિક સંજોગોને ધ્યાનમાં રાખીને સર્વોચ્ચ અદૃાલતની નોંધ; લિવ-ઇન સંબંધોમાં પણ કાનૂની સુરક્ષા પર ભાર

લિવ-ઇન સંબંધોમાં રહેતા લોકોના અધિકારોને લઈને સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. સર્વોચ્ચ અદૃાલતે સ્પષ્ટ કર્યું છે કે લાંબા સમયથી સાથે રહેતા સંબંધોમાં જો કોઈ વ્યક્તિને પોતાના સાથી અથવા તેના પરિવારજનો તરફથી ક્રૂરતા કે ઉત્પીડનનો સામનો કરવો પડે, તો તેને કાનૂની રક્ષણથી વંચિત રાખી શકાય નહીં. અદૃાલતે બદૃલાતા સામાજિક માળખાને ધ્યાનમાં રાખીને કાયદૃાની વ્યાખ્યા સમયાનુકૂળ હોવી જોઈએ તેવી ટિપ્પણી કરી છે.
સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં જણાવ્યું કે કાયદૃાનો હેતુ માત્ર ઔપચારિક લગ્નસંબંધો સુધી મર્યાદિૃત ન રહે, પરંતુ એવા સંબંધોમાં પણ રક્ષણ ઉપલબ્ધ હોવું જોઈએ જ્યાં બંને વ્યક્તિઓ દૃાંપત્ય જેવી પરિસ્થિતિમાં સાથે રહેતા હોય. અદૃાલતે ભારપૂર્વક જણાવ્યું કે કોઈ વ્યક્તિને માત્ર લગ્ન ન થયા હોવાના આધારે કાનૂની સુરક્ષાથી વંચિત રાખી શકાય નહીં.
અદૃાલતના અવલોકન મુજબ, લિવ-ઇન સંબંધો વિવિધ પ્રકારના હોઈ શકે છે અને દૃરેક કેસના તથ્યો તથા સંજોગોને આધારે તેનું મૂલ્યાંકન કરવું જરૂરી છે. તેથી આવા સંબંધોમાં રહેતા વ્યક્તિઓને પણ ક્રૂરતા અથવા હેરાનગતિના કિસ્સામાં કાનૂની ઉપાય મેળવવાનો અધિકાર ઉપલબ્ધ રહેશે.