Jai Hind

મુંબઈ-સુરતના એસએનઝેડમાં હીરાના ખરીદૃ-વેચાણને ૧૫ વર્ષ ટેક્સ ફ્રી કરાશે

લોકસભામાં વધુ ટેક્સ સુધારા બિલ ૨૦૨૬ રજૂ

ભારતને વૈશ્ર્વિક રોકાણ, મેન્યુફેક્ચિંરગ અને ડેટા હબ બનાવવાના ઉદ્દેશ્યથી કેન્દ્ર સરકારે નવું ટેક્સ સુધારા બિલ એટલે કે ધ ટેક્સેશન એન્ડ અધર લૉઝ સુધારા બિલ, ૨૦૨૬ લાવ્યું છે. લોકસભામાં પસાર થયેલું આ બિલ માત્ર એક કાનૂની સુધારો નથી, પરંતુ દૃેશમાં વૈદૃેશિક મૂડી આકર્ષવા, મેક ઈન ઈન્ડિયાને મજબૂત કરવા અને ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસને નવા સ્તરે લઈ જવાનો એક માસ્ટરપ્લાન છે.
મુંબઈ અને સુરતના સ્પેશિયલ નોટિફાઈડ ઝોન્સ (જીદ્ગઢ)માં માત્ર કાચા હીરા (રફ ડાયમંડ)નું પ્રદૃર્શન જ નહીં, પરંતુ ખરીદૃ-વેચાણને પણ ૧૫ વર્ષ માટે ટેક્સ-ફ્રી કરી દૃેવામાં આવશે. આ ટેક્સ છૂટનો વ્યાપ વિદૃેશી માઈિંનગ કંપનીઓની સાથે-સાથે તેમના બ્રોકર્સ, સાઈટ હોલ્ડર્સ, એગ્રીગેટર્સ અને ઓક્શન હાઉસીસ સુધી લંબાવવામાં આવશે જેથી કરીને સમગ્ર વૈશ્ર્વિક હીરા વેપાર ભારતમાં શિટ થઈ શકે. વૈશ્ર્વિક ઈન્વેસ્ટમેન્ટ ફંડ્સનું સંચાલન કરતા કુશળ ભારતીય ફંડ મેનેજર્સ ભારત પરત ફરે તે માટે તેમને પ્રોત્સાહિત કરવામાં આવશે. વિદૃેશી ફંડ્સ પર ભારતમાં અનાવશ્યક ટેક્સ લાગવાના ડરને દૃૂર કરવા માટે શરતોની સંખ્યા ૧૩થી ઘટાડીને માત્ર ૫ કરી દૃેવામાં આવી છે. કાગળિયાની બિનજરૂરી પ્રક્રિયા ખતમ થવાથી હવે વિદૃેશી ફંડ મેનેજર્સ ગિટ સિટી અથવા તો ભારતના કોઈ પણ શહેરથી પોતાનું કામકાજ સરળતાથી ચલાવી શકશે.
આ બિલ ઈલેક્ટ્રોનિક્સ, ડેટા સેન્ટર, ડાયમંડ ટ્રેડ, ફંડ મેનેજમેન્ટ અને બિઝનેસ ટ્રસ્ટ (ઇઈ્ંૈજ/ૈંહ્ંૈજ)માં રોકાણ કરનારા નાના રોકાણકારો માટે ટેક્સના નિયમોને અત્યંત પારદૃર્શી અને દૃૂરોગામી બનાવશે. ભારતને મોબાઈલ, લેપટોપ અને સર્વર મેન્યુફેક્ચિંરગનું વૈશ્ર્વિક હબ બનાવવા માટે બે મોટાં પગલાં લેવામાં આવ્યા છે. અત્યાર સુધી ભારતીય ઈલેક્ટ્રોનિક્સ ફેક્ટરીઓ માટે કસ્ટમ બોન્ડેડ વેરહાઉસમાં પાર્ટ્સ રાખનારી વિદૃેશી કંપનીઓએ ૨% પ્રેઝમ્પ્ટિવ ટેક્સ (જીટ્ઠકી ૐટ્ઠર્હ્વિેિ) ચૂકવવો પડતો હતો. જોકે, આ પ્રક્રિયામાં ટેક્સ સંબંધી કાનૂની વિવાદૃો અને ગૂંચવણો ઊભી થવાનો સતત ડર રહેતો હતો.
નવા બિલમાં આ ૨% ટેક્સને સંપૂર્ણપણે નાબૂદૃ કરીને આગામી ૧૫ વર્ષ માટે ૧૦૦% ટેક્સ-ફ્રી કરી દૃેવામાં આવ્યો છે, જેથી ભારત વિયેતનામ જેવા દૃેશો કરતાં આગળ નીકળી શકશે.
આ ઉપરાંત, ભારતીય કંપનીઓને ઈલેક્ટ્રોનિક્સ સામાન બનાવવા માટે મશીનરી આપનારી વિદૃેશી કંપનીઓની ટેક્સ છૂટની સીમા ૫ વર્ષથી વધારીને ૧૫ વર્ષ (નાણાકીય વર્ષ ૨૦૪૦-૪૧ સુધી) કરી દૃેવામાં આવી છે. રિયલ એસ્ટેટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડમાં રોકાણ કરનારા સામાન્ય નાના રોકાણકારોના હિતોનું રક્ષણ કરવામાં આવ્યું છે.