૨૦૧૩માં યૌન ઉત્પાડન કેસમાં ત્ોહલકા મેગ્ોઝીનના ભૂતપ્ાૂર્વ એડિટર ઇન વીક તરૂણ ત્ોજપાલન્ો બોમ્બ્ો હાઇકોર્ટની ગોવા બ્ોન્ચે ૧૦ વર્ષની સજા જાહેર કરી બ્ો સપ્તાહમાં સરેન્ડર કરવા કહૃાું છે. તસ્વીરમાં તરૂણ ત્ોજપાલ કોર્ટમાંથી પોલીસ જાપ્તા હેઠળ બહાર આવી રહૃાા છે.
બોમ્બે હાઈકોર્ટની ગોવા પીઠે ‘તહલકા’ મેગેઝિનના ભૂતપૂર્વ ચીફ એડિટર તરુણ તેજપાલને 2013ના રેપ કેસમાં દોષિત ઠેરવીને 10 વર્ષના કઠોર કારાવાસની સજા સંભળાવી છે. હાઈકોર્ટે 2021માં ગોવાની માપુસા સત્ર અદાલત દ્વારા તેજપાલને મુક્ત કરવાનાં ફેંસલાને સંપૂર્ણપણે પલટી નાખ્યો છે. જસ્ટિસ નીલા ગોખલે અને જસ્ટિસ અમિત જામસાંડેકરની ખંડપીઠે ગોવા સરકારની અપીલ પર સુનાવણી કરતાં આ મહત્વપૂર્ણ નિર્ણય સંભળાવ્યો છે.
નીચલી અદાલતનો ‘મુક્ત’ કરવાનો આદેશ રદ્દ: 2013ના ચર્ચિત જાતીય સતામણી કેસમાં ગોવા સરકારની અપીલ પર હાઈકોર્ટનો મોટો નિર્ણય
આ સમગ્ર વિવાદ નવેમ્બર 2013નો છે, જ્યારે ગોવાની એક આલીશાન હોટેલમાં ’થિંકફેસ્ટ’ નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તહલકા મેગેઝિનની એક જૂનિયર સહયોગી મહિલા પત્રકારે તરુણ તેજપાલ પર ગંભીર આરોપ લગાવ્યો હતો કે, હોટેલની લિફ્ટમાં તેજપાલે તેની મરજી વિરુદ્ધ જાતીય સતામણી કરી હતી. આ ઘટના બહાર આવ્યાં બાદ દેશભરમાં ભારે વિવાદ સર્જાયો હતો અને તેજપાલ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી શરૂ થઈ હતી.
લાંબી કાનૂની લડાઈ બાદ, મે 2021માં ગોવાની માપુસા ટ્રાયલ અદાલતે તરુણ તેજપાલને “શંકાનો લાભ બેનિફિટ ઓફ ડાઉટ આપીને તમામ આરોપોમાંથી મુક્ત કર્યા હતા. પરંતુ ગોવા સરકારે નીચલી અદાલતના આ નિર્ણયને પડકારીને બોમ્બે હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. ગોવા સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી હતી કે ટ્રાયલ અદાલતે પીડિતાના વ્યવહાર અંગે પૂર્વગ્રહયુક્ત વલણ અપનાવ્યું હતું અને નાની-મોટી વિસંગતતાઓને વધુ પડતું મહત્વ આપીને ગંભીર ભૂલ કરી હતી. હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલે સ્પષ્ટ કર્યું હતું કે કોઈપણ જાતીય સતામણીની પીડિતાની પ્રતિક્રિયા માટે સાર્વત્રિક કે એકસરખો માપદંડ હોઈ શકે નહીં, કારણ કે તે વ્યક્તિગત પરિસ્થિતિઓ પર આધાર રાખે છે. પીડિતાના મૂળ આરોપોમાં શરૂઆતથી જ સુસંગતતા રહી હતી. બીજી તરફ તેજપાલના વકીલે તેમના ઈમેલ અને સીસીટીવી ફૂટેજનો હવાલો આપીને બચાવ કરવાની કોશિશ કરી હતી, પરંતુ હાઈકોર્ટે તમામ પુરાવાઓનું પુન:મૂલ્યાંકન કરીને નીચલી અદાલતનો મુક્ત કરવાનો આદેશ રદ્દ કર્યો હતો.
અદાલતના ચુકાદા બાદ તરુણ તેજપાલે પોતાની ઉંમર (62 વર્ષ) અને કૌટુંબિક સ્થિતિનો હવાલો આપીને નરમ વલણ અપનાવવાની અપીલ કરી હતી.