‘‘જો ખેલેગા, વહી ખીલેગા
ખેલાડીઓ સાથે મુલાકાતની ઇન્સ્ટાગ્રામ પર રીલ શેર કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ રવિવારે કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતનાર ભારતીય ખેલાડીઓ સાથે મુલાકાત કરી. તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર ખેલાડીઓ સાથે એક રીલ શેર કરી.
૩૨ સેકન્ડની આ રીલમાં તેઓ ગોલ્ડ મેડલિસ્ટ બોક્સર સાક્ષી ચૌધરી અને અન્ય ખેલાડીઓ સાથે જોવા મળ્યા. આમાં વડાપ્રધાને કહૃાું- ‘જો ખેલેગા, વહીં ખીલેગા.
ભારતે કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૬માં ૧૩ ગોલ્ડ, ૧૭ સિલ્વર અને ૯ બ્રોન્ઝ સહિત કુલ ૩૯ મેડલ જીત્યા. ભારત મેડલ ટેલીમાં ચોથા સ્થાને રહૃાું હતું.ભારતના ૩૯ મેડલોમાં સૌથી મોટો ફાળો બોક્સિગંનો રહૃાો. બોક્સર્સે ૭ ગોલ્ડ અને ૩ સિલ્વર સહિત કુલ ૧૦ મેડલ જીત્યા. એટલે કે દૃર ચારમાંથી એક મેડલ બોક્સિગંમાંથી આવ્યો. એથ્લેટિક્સમાં ૧૦ મેડલ આવ્યા, પરંતુ તેમાં ગોલ્ડ મળ્યો નહીં.
વેઈટલિટિંગમાંથી ૮, પેરા એથ્લેટિક્સમાંથી ૬, જુડોમાંથી ૪ અને પેરા પાવરલિટિંગમાંથી ૧ મેડલ મળ્યો. કુલ મળીને ૩૯માંથી ૩૭ મેડલ માત્ર પાંચ રમતોમાંથી આવ્યા.
