કોંગ્રેસ મુખ્યાલયમાં રાષ્ટ્રગીત દૃરમિયાન સોનિયા ગાંધીના કહેવાથી ગાનને અધવચ્ચે જ રોકી દૃેવામાં આવ્યું હતું, જે ખૂબ જ શરમજનક છે : અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે કહૃાું કે, કોંગ્રેસ મુખ્યાલયમાં મોટું પાપ થયું છે અને તેના માટે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ દૃેશની માફી માગવી જોઈએ. ચિત્તોડગઢમાં એક રેલીને સંબોધિત કરતા કેન્દ્રીય ગૃહમંત્રીએ કહૃાું કે વંદૃે માતરમનું સંપૂર્ણ ગાન ન કરવા બદૃલ કોંગ્રેસના લોકોએ શરમ આવવી જોઈએ.
તેમણે કહૃાું કે, કોંગ્રેસ વંદૃે માતરમને ભૂલી ગઈ હતી. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની એ અમર રચના, એક ગીતના બે શબ્દૃ, વંદૃે માતરમ, ‘ભારત માતાની હું વંદૃના કરું છું આ શબ્દૃો બોલતાં હજારો-લાખો લોકો ફાંસીના માંચડે ચડી ગયા હતા. મતબેંકની લાલચમાં કોંગ્રેસે વંદૃે માતરમને ભૂલી દૃીધું હતું. વંદૃે માતરમની રચનાને આ વર્ષે ૧૫૦ વર્ષ પૂર્ણ થઈ રહૃાાં છે. લાલ કિલ્લાની પ્રાચીર પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ વંદૃે માતરમને ફરી એક નવું જીવન આપવાનું કામ કર્યું છે.
અમિત શાહે કહૃાું, તેમની (કોંગ્રેસ) નિર્લજ્જતા જુઓ. કોંગ્રેસ પાર્ટીના મુખ્યાલય પર વંદૃે માતરમનું ગાન થઈ રહૃાું હતું. ગાન ચાલી રહૃાું હતું ત્યારે કોંગ્રેસના નેતા સોનિયા ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષને ગાન રોકવાની વાત કહી હતી. આપણે સૌ ટીવી પર જોતા જ રહી ગયા. ૮૦ વર્ષ બાદૃ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયનું આ અમર ગીત જ્યારે ફરી સન્માન મેળવી રહૃાું છે, ત્યારે તે પણ સોનિયા ગાંધીને પસંદૃ નથી આવ્યું.
તેમણે આગળ કહૃાું કે, સોનિયા જી, ૧૪૦ કરોડ જનતા તમને જોઈ રહી છે. તમારા દ્વારા કરવામાં આવેલા આ પાપને દૃેશની જનતા ક્યારેય માફ નહીં કરે. કોઈ સ્વપ્નમાં પણ કેવી રીતે વિચારી શકે કે વંદૃે માતરમનું ગાન અધૂરું છોડી દૃેવામાં આવે? કોંગ્રેસના લોકોએ શરમ આવવી જોઈએ અને જો થોડી પણ શરમ બાકી હોય તો બંને હાથ જોડીને બંકિમ બાબુ અને દૃેશની જનતા પાસે માફી માગવી જોઈએ.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા સાથે મળીને દિૃવંગત પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ પર તેમની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.
