ક્રોંકિટના બેરિકેડ્સ અને વોટર કેનન તહેનાત
ખેડૂત સંગઠનોની ખનૌરી દૃાતા િંસહવાલા બોર્ડરથી દિૃલ્હીના જંતર-મંતર સુધી શરૂ થનારી પદૃયાત્રાને લઈને જીંદૃ જિલ્લા પ્રશાસન અને પોલીસ પૂરી રીતે સજ્જ થઈ ગઈ છે. કાયદૃો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે નરવાના નહેર પુલ અને બોર્ડર વિસ્તારને પોલીસ છાવણીમાં તબદૃીલ કરી દૃેવામાં આવ્યો છે. ખેડૂતોની આ પદૃયાત્રાને રોકવા અને સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવા માટે ભારે પોલીસ બળ તહેનાત કરવામાં આવ્યું છે તેમજ સ્થળ પર કોંક્રીટના પાક્કા બેરિકેડ્સ, વોટર કેનન અને વજ્ર વાહનો પણ ખડકી દૃેવામાં આવ્યા છે. બિન-એસકેએમ (જીસ્) ખેડૂત સંગઠનોની આ પદૃયાત્રાનું નેતૃત્વ અગ્રણી ખેડૂત નેતા જગદૃીશ િંસહ ડલ્લેવાલ કરી રહૃાા છે. આ યાત્રામાં ૫૧ મુખ્ય ખેડૂતોની સાથે આશરે ૨૦૦ અન્ય ખેડૂતો પણ પદૃયાત્રા કરશે. જે આગામી ૨૯ ઓગસ્ટે દિૃલ્હીના જંતર-મંતર પહોંચવાનું નિર્ધારણ કરીને ચાલવાના છે. ખેડૂત નેતાઓના જણાવ્યા અનુસાર, આ યાત્રા આંદૃોલન દૃરમિયાન શહીદૃ થયેલા ખેડૂત શુભકરણની સ્મૃતિમાં કાઢવામાં આવી રહી છે. આ અંતર્ગત ખેડૂતોની લાંબા સમયથી રહેલી માંગણીઓ ઉપરાંત ભારત-અમેરિકા ટ્રેડ ડીલ રદૃ કરવા જેવા મહત્વના મુદ્દાઓ પણ ઉઠાવવામાં આવશે.
પ્રશાસનની કડક નાકેબંદૃી વચ્ચે ખેડૂત નેતાઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો પોલીસ-પ્રશાસન દ્વારા યાત્રાને રોકવાનો કોઈ પણ પ્રયાસ કરવામાં આવશે, તો ખેડૂતો તે જ સ્થળ પર અનિશ્ર્ચિતકાલીન ધરણા અને પ્રદૃર્શન શરૂ કરી દૃેશે. આ ઉપરાંત હરિયાણાની વિવિધ ખાપ મહાપંચાયતોનું સમર્થન મેળવવા માટે તેમને પણ આવેદૃનપત્રો સોંપવામાં આવશે. સુરક્ષા અને કાયદૃો વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રશાસન દ્વારા તમામ એજન્સીઓને અલર્ટ મોડ પર રાખવામાં આવી છે.
