નવી સંગઠન ટીમમાં કેન્દ્રિય મંત્રી પિયુષ ગોયલ કોષાધ્યક્ષ, ૧૩ ઉપાધ્યક્ષ, ૮ મહામંત્રી અન્ો ૧૬ રાષ્ટ્રીય મંત્રી
ભાજપ અધ્યક્ષ નીતિન નવીન્ો નવી સંગઠન ટીમ જાહેર કરી
ભાજપના અધ્યક્ષ નીતિન નવીને નવી ટીમની જાહેરાત કરી દૃીધી છે. સ્મૃતિ ઈરાનીને મહા સચિવ અને વસુંધરા રાજેને ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ઉપાધ્યક્ષ, મહા સચિવ, સચિવ અને પ્રવક્તાઓ (સ્પોક્સપર્સન)ની યાદૃીમાં યુવાનો અને મહિલાઓની સાથે જાતિ સમીકરણોનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. ભાજપે નવી ટીમમાં ઉત્તર પ્રદૃેશના અનેક નેતાઓને સામેલ કર્યા છે. અહીં આગામી વર્ષની શરૂઆતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. નવી સંગઠન ટીમમાં ભાજપે ૧૩ ઉપાધ્યક્ષ, ૮ રાષ્ટ્રીય મહામંત્રી અને ૧૬ રાષ્ટ્રીય મંત્રી/સચિવ બનાવ્યા છે.
૭ મહિના પછી નિતિન નબીનની નવી ટીમની જાહેરાત થઈ ગઈ છે. વસુંધરા રાજેને ઉપાધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે. નિતિન નબીનની નવી ટીમમાં ૮ મહાસચિવ બનાવવામાં આવ્યા છે. અનિલ બલૂની પહેલાની જેમ જ મીડિયા ઇંચાર્જ પદૃ પર યથાવત રહેશે. આવી જ રીતે બી.એલ. સંતોષ પાસે પણ સંગઠન મહાસચિવનું પદૃ પહેલાની જેમ યથાવત રહેશે. જ્યારે આઈટી સેલ હેડ અમિત માલવિયા હટાવી દૃેવામાં આવ્યા છે. તેઓ લાંબા સમયથી ભાજપ સંગઠનમાં આઈટી સેલના હેડ હતા. માલવિયાની જગ્યાએ દૃીપક સહસ્કેને સોશિયલ મીડિયાના પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે.
નિતિન નબીનની નવી ટીમમાં કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલને પણ સ્થાન મળ્યું છે. તેમને રાજેશ અગ્રવાલની જગ્યાએ કોષાધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે. રાજેશ મંગલને સહ-કોષાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. તરુણ ચુગને મુખ્યાલય પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે.જે.પી. નડ્ડાની ટીમમાં મહાસચિવ પદૃ પર કાર્યરત અરુણ િંસહ, દૃુષ્યંત ગૌતમ, તરુણ ચુગ અને રાધામોહનદૃાસ અગ્રવાલની બાદૃબાકી થઈ છે, આવી જ રીતે સંગઠનમાં સચિવ પદૃ પર કાર્યરત અરિંવદૃ મેનન, પંકજા મુંડે, નરેન્દ્ર િંસહ, અલકા ગુર્જર, ઓમપ્રકાશ ધુર્વે, રિતુરાજ િંસહા, કામાખ્યા પ્રસાદૃ તાસા, સુરેન્દ્ર નાગર તેમજ નડ્ડાની ટીમમાં ઉપાધ્યક્ષ રહેલા સરોજ પાંડે, ડી.કે. અરૂણા, એમ. ચુબા રાવ, અબ્દૃુલ્લા કુંટીને પણ નવી ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી.
નિતિન નબીનની નવી રાષ્ટ્રીય ટીમમાં ગુજરાતનું વર્ચસ્વ અને સંગઠનાત્મક મહત્વ સ્પષ્ટપણે ઉભરી આવ્યું છે. પક્ષે અનુભવ અને યુવા ઉર્જાના યોગ્ય સંતુલન પર પસંદૃગી ઉતારીને રાજ્યના ચાર અગ્રણી ચહેરાઓને રાષ્ટ્રીય સ્તરે મોટી જવાબદૃારીઓ સોંપી છે. જેમાં વર્ષાબેન નરેન્દ્રભાઈ દૃોશીને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ જેવું ઉચ્ચ પદૃ આપી મહિલા નેતૃત્વને મજબૂત મંચ પૂરો પાડવામાં આવ્યો છે, જ્યારે જગદૃીશ ઈશ્ર્વરભાઈ પટેલ અને રોહન ગુપ્તાને રાષ્ટ્રીય સચિવ તરીકે કેન્દ્રીય સંગઠનની કામગીરી વધારવાની તક મળી છે. આ ઉપરાંત, યુવા નેતા હેમાંગ જોશીને યુવા મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ બનાવીને ભાજપે દૃેશભરના યુવાનોને જોડવાની મહત્વપૂર્ણ કમાન ગુજરાતના હાથમાં સોંપી છે.
ભાજપમાં સંગઠન મંત્રીની પરંપરા છે અને તેઓ સામાન્ય રીતે ઇજીજી પૃષ્ઠભૂમિના હોય છે. તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. અત્યાર સુધી સંગઠન મહામંત્રી રહેલા બી. એલ. સંતોષ યથાવત છે. આ ઉપરાંત બે સહ-સંગઠન મહામંત્રી જળવાઈ રહૃાા છે. તેમાં શિવપ્રકાશ અને સૌદૃાન િંસહ સામેલ છે. શિવપ્રકાશ ભાજપમાં આવ્યા પહેલા ઇજીજીમાં હતા અને પ્રાંત તથા ક્ષેત્ર પ્રચારક જેવી મહત્વની જવાબદૃારીઓ સંભાળી ચૂક્યા છે. તેઓ ઉત્તર પ્રદૃેશના મુરાદૃાબાદૃના રહેવાસી છે.
આખી ટીમનું વિશ્લેષણ કરીએ તો સ્પષ્ટ થાય છે કે, ઉપપ્રમુખો, મહામંત્રીઓ, સચિવો અને પ્રવક્તાઓની આ યાદૃી ખૂબ જ કાળજીપૂર્વક તૈયાર કરાઈ છે. તેમાં યુવાનો અને મહિલાઓને ખાસ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, સાથે જ જ્ઞાતિ અને જાતિના સમીકરણોને પણ સરભર કરવાનો પ્રયાસ થયો છે. આવતા વર્ષની શરૂઆતમાં ઉત્તર પ્રદૃેશમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની હોવાથી, ભાજપે પોતાની આ નવી ટીમમાં ેંઁના નેતાઓને વિશેષ મહત્વ આપ્યું છે.
