બિહારના લખીસરાયમાં દૃુર્ઘટના
પવિત્ર શ્રાવણ માસને લઇને સોમવારે મંદિૃરોમાં મોટી સંખ્યામાં એકઠા થતા શ્રધ્ધાળુઓની ભીડમાં આજે બ્ો દૃુર્ઘટના ઘટી હતી. તસવીરોમાં ડાબ્ોથી બિહારના લખીસરાઈ અશોકધામ મંદિૃરમાં વીજ કરંટની ઘટનાન લઇને સર્જાયેલી નાસભાગમાં ૭ મહિલાઓના મોત થયા હતા. તેમજ અન્ય૨૩ લોકો ઘાયલ થયા હતા.
સોમવાર નિમિત્તે સવારે મંદિૃરમાં મોટી સંખ્યામાં મંદિૃરમાં જલાભિષેક કરવા શ્રધ્ધાળુઓ ઉમટી પડ્યા હતા
બિહારના લખીસરાય સ્થિત પ્રસિદ્ધ અશોકધામ મંદિૃરના બહારના પરિસરમાં શ્રાવણ મહિનામાં સવારે અચાનક નાસભાગ મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી અનુસાર, આ કરૂણ અકસ્માતમાં ૭ શ્રદ્ધાળુઓના મોતની પુષ્ટિ થઈ ચૂકી છે, જ્યારે ૮ થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે લખીસરાયની સદૃર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.તબીબોના જણાવ્યા મુજબ મૃત્યુઆંક હજુ પણ વધવાની આશંકા સેવાઈ રહી છે.
મળતી માહિતી મુજબ, આ ઘટના અશોકધામ રેલ્વે સ્ટેશનથી મંદિૃર તરફ જતા મુખ્ય માર્ગ પર બની હતી. રવિવારે રાત્રે આ માર્ગ પર વીજળીનો એક થાંભલો વાયર સાથે નીચે પડી ગયો હતો.સોમવારે સવારે મંદિૃરમાં જલાભિષેક કરવા માટે મોટી સંખ્યામાં કાવડયાઓ અને શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. આ દૃરમિયાન પડી ગયેલા વીજળીના થાંભલામાં કરંટ ફેલાયો હોવાની અફવા શ્રદ્ધાળુઓ વચ્ચે ફેલાઈ ગઈ હતી. આ અફવાને કારણે લોકોમાં ભારે ડરનો માહોલ સર્જાયો હતો અને લોકો પોતાનો જીવ બચાવવા માટે આમ-તેમ ભાગવા લાગ્યા હતા.નાસભાગ દૃરમિયાન નાસભાગ સર્જાઈ હતી જેમાં અનેક શ્રદ્ધાળુઓ એકબીજાના પગ નીચે દૃબાઈ ગયા હતા. ઘટના બનતા જ સમગ્ર વિસ્તારમાં ચીસાચીસ અને કરુણ દ્રશ્યો સર્જાયા હતા. સ્થાનિક લોકો અને અન્ય શ્રદ્ધાળુઓએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરીને દૃબાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રાહત કામગીરી હાથ ધરી હતી.અશોકધામ મંદિૃર ‘શ્રી ઇન્દ્રદૃમનેશ્ર્વર મહાદૃેવ મંદિૃર તરીકે દૃેશભરમાં પ્રખ્યાત છે. અહીં પાલકાલીન સમયનું એક વિશાળ શિવિંલગ આવેલું છે, જે જમીનના ખોદૃકામ દૃરમિયાન મળી આવ્યું હતું. પવિત્ર શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારના કારણે અહીં સવારથી જ શ્રદ્ધાળુઓની ભારે ભીડ જામી હતી.
