નિયમ ન માને તો એરલાઇન્સની ઉડાન રોકો : સુપ્રીમ
તહેવારો અને રજાઓ દૃરમિયાન હવાઈ ટિકિટના ભાડામાં અચાનક થતા આડેધડ વધારા અંગે સુપ્રીમ કોર્ટે સોમવારે કડક વલણ અપનાવતા કહૃાું છે કે, જો એરલાઇન્સ નિયમોનું પાલન ન કરતી હોય તો તેમની ઉડાનો જ રોકી દૃેવી જોઈએ. તહેવારોના સમયે હવાઈ ભાડા વધારવા સામે દૃાખલ કરવામાં આવેલી અરજી પર જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદૃીપ મહેતાની ખંડપીઠે અવલોકન કર્યું હતું કે, મુસાફરોના હિતમાં જે વ્યવસ્થાઓ બનાવવામાં આવી છે, તેના પાલન અને નિયમન અંગે હાલ ચિત્ર સ્પષ્ટ નથી. સુનાવણી દૃરમિયાન એડિશનલ સોલિસિટર જનરલ(છજીય્) અનિલ કૌશિકે કોર્ટને જણાવ્યું હતું કે, હવાઈ ભાડા અને ચાર્જિસ સંબંધિત નિયમો બનાવવાની પ્રક્રિયા આખરી તબક્કામાં છે, અને તેને પૂર્ણ થવામાં ૩ અઠવાડિયાનો સમય લાગશે. સુપ્રીમ કોર્ટે ૩ અઠવાડિયાનો સમય આપતા આ મામલે આગામી સુનાવણી ૭ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ નક્કી કરી છે.
અરજીકર્તા સામાજિક કાર્યકર્તા એસ. લક્ષ્મીનારાયણને કોર્ટમાં રજૂઆત કરી હતી કે, ખાનગી એરલાઇન્સ અન્યાયી રીતે હવાઈ ભાડા નક્કી કરે છે,
