પ્ોપરમાં ગ્ોરરીતિના આક્ષેપો વચ્ચે પરીક્ષા એજન્સીમાં મોટા ફેરફાર
નવી ટીમન્ો જવાબદૃારી અપાશે: પ્ોપર તપાસ-સમીક્ષા માટે ચાર સ્તરીય સિસ્ટમ લાગુ કરાશે
નીટ પેપર લીક, વિદ્યાર્થીઓના આંદૃોલન પછી ચર્ચામાં આવેલી નેશનલ ટેર્િંસ્ટગ એજન્સી (એનટીએ)માં પેપરમાં ગેરરીતિના આક્ષેપો વચ્ચે વ્યાપક સ્તરે ફેરફાર શરૂ કરાયા છે. એનટીએની વિવિધ પરીક્ષાઓમાં પેપર સેટ કરનારી જૂની ટીમને બદૃલી દૃેવાઈ છે અને નવી ટીમ બનાવાઈ છે. પેપર બનાવવામાં ગેરરીતિ અને બેદૃરકારીના આક્ષેપો વચ્ચે અંદૃાજે ૬૦૦ પ્રોફેસર, શિક્ષકો, નિષ્ણાતોની હકાલપટ્ટી કરાઈ છે.કેન્દ્રીય શિક્ષણ મંત્રી પ્રઈાદૃ જોશીના અધ્યક્ષપદૃે યોજાયેલી સમીક્ષા બેઠકમાં પરીક્ષા વ્યવસ્થાને વધુ સુરક્ષિત, પારદૃર્શી અને વિશ્ર્વસનીય બનાવવા માટે જરૂરી સુરક્ષા અને માળખાગત સુવિધા સુનિશ્ર્ચિત કરવા નિર્દૃેશ અપાયા છે. એનટીએના આંતરિક માળખાની સમીક્ષા પછી મોટા ફેરફારોની સંપૂર્ણ યાદૃી તૈયાર કરી લેવાઈ છે.એનટીએના મહાનિર્દૃેશકે અત્યાર સુધીમાં લેવાયેલા પગલાંની માહિતી આપતા કહૃાું કે, પરીક્ષા ટીમની પુનર્રચના કરાઈ છે, જેના હેઠળ અંદૃાજે ૬૦૦ પરીક્ષા નિષ્ણાતોને હટાવાયા છે. તેમના સ્થાને નવા નિષ્ણાતોનો સમાવેશ કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે. સૂત્રોએ જણાવ્યું કે, નવી પરીક્ષાઓની વિશ્ર્વસનીયતા વધારવા માટે પ્રશ્ર્નપત્રોની તપાસ અને સમીક્ષા માટે ચાર સ્તરીય વ્યવસ્થા લાગુ કરવાનો પણ નિર્ણય લેવાયો છે. સાથે જ આગામી બેથી ત્રણ સપ્તાહમાં ૨૦થી ૨૫ નવા અધિકારીઓના સમાવેશ પર કામ ચાલી રહૃાું છે. એનટીએની ઓફિસોને યુદ્ધ સ્તરે નવા પરિસરમાં ટ્રાન્સફર કરવાની તૈયારી ચાલી રહી છે. નવા પરીસરમાં સીઆઈએસએફની તૈનાતી સાથે સુરક્ષા માળખાને વધુ મજબૂત કરાશે. આ ફેરફારોને એનટીએની કાર્યપદ્ધતિને વધુ અસરકારક, સુરક્ષિત અને વ્યવસ્થિત કરવાની દિૃશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.નીટ પેપર લીકના વિવાદૃ વચ્ચે એનટીએ દ્વારા જૂનમાં યોજાયેલી અંગ્રેજી, કોમર્સ અને સોશિયોલોજીની પરીક્ષાના પેપરોમાં પણ મોટાપાયે બેદૃરકારી કરાઈ હોવાનું સામે આવ્યું હતું, જેને પગલે આ પરીક્ષાઓ ૯-૧૦ સપ્ટેમ્બરે ફરીથી યોજવાનો નિર્ણય લેવાયો હતો. આ પરીક્ષાઓ અંદૃાજે દૃોઢ લાખ વિદ્યાર્થી આપવાના હતા. ફરીથી પરીક્ષા યોજવાના નિર્ણય સામે વિદ્યાર્થીઓએ સવાલ ઉઠાવ્યા છે.
