એક વર્ષ પ્રેક્ટિસ કરનાર વકીલ જજ બનવા પરીક્ષા આપી શકશે
દૃેશભરના લો ગ્રેજ્યુએટ્સ અને યુવા વકીલો માટે દૃેશની સુપ્રીમ કોર્ટ તરફથી એક ખૂબ જ મોટા રાહતના સમાચાર આવ્યા છે. સુપ્રીમ કોર્ટે શુક્રવાર ૨૧ ઑગસ્ટે પોતાના મે ૨૦૨૫ના ચુકાદૃામાં સુધારો કરતાં સિવિલ જજ(જુનિયર ડિવિઝન) એટલે કે એન્ટ્રી-લેવલ જ્યુડિશિયરી પરીક્ષામાં બેસવા માટે ફરજિયાત ૩ વર્ષના કાયદૃાકીય અનુભવ(વકીલાત)ની શરત ઘટાડીને ૧ વર્ષ કરી દૃીધી છે. રિવ્યૂ પિટિશન પર ૨:૧ની બહુમતીથી આ ઐતિહાસિક ચુકાદૃો સંભળાવ્યો. ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહ અને જસ્ટિસ કે. વિનોદૃ ચંદ્રનની બેંચે આ મામલે સુનાવણી કરી હતી. બેંચે મે ૨૦૨૫ના ચુકાદૃા સામેની રિવ્યૂ પિટિશન પર આ ચુકાદૃો આપ્યો. જો કે, ઝ્રત્નૈં સૂર્યકાંત અને જસ્ટિસ એ.જી. મસીહના બહુમતી ચુકાદૃા સાથે જસ્ટિસ કે. વિનોદૃ ચંદ્રને અસંમતિ દૃર્શાવી હતી. તેમણે પુનર્વિચાર અરજીઓ ફગાવી દૃેવાની તરફેણમાં ચુકાદૃો આપ્યો હતો. કોર્ટનો આ નિર્ણય એવા વિદ્યાર્થીઓ માટે ખૂબ મોટો છે જેઓ કાયદૃાનો અભ્યાસ કરી રહૃાા છે અને ભવિષ્યમાં આ સેવામાં પ્રવેશ મેળવવા માંગે છે.
૩૧ માર્ચ ૨૦૨૭ સુધી રાહત: ૨૫ મે ૨૦૨૫થી ૩૧ માર્ચ ૨૦૨૭ વચ્ચે જાહેર થનારી તમામ જ્યુડિશિયરી પરીક્ષાઓમાં ઉમેદૃવારો કોઈપણ પૂર્વ અનુભવ વિના પણ ભાગ લઈ શકશે.
