વૈશ્ર્વિક પ્રતિભા માટે ભારત બનશે પસંદગીનું સ્થળ:મોદૃી

ભારતના સ્પ્ોસ ક્ષેત્રની પ્રગતિ માટે વડાપ્રધાન્ો કરી મોટી વાત

૨૩ ઓગસ્ટે જારી કરેલા વીડિયોમાંથી લીધેલી આ તસવીરમાં નવીદિૃલ્હીમાં દૃેશના ૨૦ સ્ટાર્ટઅપ્સના સીઇઓ અન્ો સંસ્થાપકો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી વાતચીત કરી રહૃાા છે.

નેશનલ સ્પ્ોસ ડે નિમિત્તે ૨૦ સ્ટાર્ટઅપ્સના સ્થાપકો સાથેની બ્ોઠકમાં વડાપ્રધાન્ો કહૃાુ કે વિશ્ર્વના ખૂણે ખૂણેથી પ્રતિભાશાળી લોકોન્ો ભારત આકર્ષે ત્ોવુ વાતાવરણ ઉભુ કરવુ ખૂબ જ જરૂરી છે

ભારતના અવકાશ ક્ષેત્રને વૈશ્ર્વિક સ્તરે નવી ઓળખ અપાવવાના પ્રયાસો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ ભારતને વિશ્ર્વભરની અવકાશ પ્રતિભા માટે પસંદૃગીનું સ્થળ બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. તેમણે કહૃાું કે દૃેશમાં એવું અનુકૂળ અને પ્રોત્સાહક વાતાવરણ ઊભું કરવું જરૂરી છે, જે વિશ્ર્વના ખૂણે-ખૂણેથી પ્રતિભાશાળી લોકોને ભારત તરફ આકર્ષે.
રવિવારે ત્રીજા રાષ્ટ્રીય અવકાશ દિૃવસના અવસરે વડાપ્રધાન મોદૃીએ ‘સેવા તીર્થ ખાતે અવકાશ ક્ષેત્રના ૨૦ સ્ટાર્ટઅપ્સના સ્થાપકો અને સીઈઓ સાથે ખાસ બેઠક યોજી હતી. આ બેઠક દૃરમિયાન તેમણે ભારતના સ્પેસ સેક્ટરના ભવિષ્ય, સ્ટાર્ટઅપ્સની ભૂમિકા અને વૈશ્ર્વિક સ્તરે ભારતની વધતી તકો અંગે ચર્ચા કરી હતી.
વડાપ્રધાન મોદૃીએ કહૃાું કે ભારત માત્ર અવકાશ ટેક્નોલોજી વિકસાવતું અને સેટેલાઇટ લોન્ચ કરતું દૃેશ ન રહે, પરંતુ વિશ્ર્વના પ્રતિભાશાળી વૈજ્ઞાનિકો, એન્જિનિયરો અને ઉદ્યોગસાહસિકો પોતાની કારકિર્દૃી બનાવવા માટે ભારતને પસંદૃ કરે તેવું વૈશ્ર્વિક કેન્દ્ર બનવું જોઈએ.
તેમણે કહૃાું કે ભારતે અવકાશ ક્ષેત્રમાં એવું વાતાવરણ ઊભું કરવાની જરૂર છે કે દૃુનિયાના કોઈપણ ખૂણામાં રહેલી વ્યક્તિ જ્યારે સ્પેસ સેક્ટરમાં કંઈક મોટું કરવાની વિચારણા કરે ત્યારે તેના મનમાં સૌથી પહેલાં ભારતનું નામ આવે. આ માટે ભારતીય સ્ટાર્ટઅપ્સ અને રાષ્ટ્રીય અવકાશ સંસ્થા સાથે કામ કરવાની તકોને વધુ આકર્ષક બનાવવી પડશે.
વૈશ્ર્વિક અવકાશ ઉદ્યોગમાં ભારતની ક્ષમતાઓ અંગે વાત કરતાં વડાપ્રધાન મોદૃીએ ભારતની ત્રણ મોટી શક્તિઓનો ઉલ્લેખ કર્યો. તેમણે કહૃાું કે ભારતની અવકાશ ટેક્નોલોજી અન્ય દૃેશોની સરખામણીએ ખર્ચ-કાર્યક્ષમ છે. સાથે જ દૃેશમાં પ્રતિભાશાળી યુવાનો અને નિષ્ણાતોની મોટી સંખ્યા છે.
આ ઉપરાંત ભારતીયોમાં જોખમ લેવાની અને નવી બાબતો અજમાવવાની િંહમત પણ છે. વડાપ્રધાનના મતે આ ગુણોનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો ભારત વૈશ્ર્વિક અવકાશ ઉદ્યોગમાં ઝડપથી પોતાની મજબૂત જગ્યા બનાવી શકે છે.
અવકાશ ક્ષેત્રમાં મોટા પ્રમાણમાં રોકાણ, સંશોધન અને લાંબા ગાળાની યોજનાઓની જરૂર પડે છે. આવી સ્થિતિમાં સરકારની નીતિઓમાં સ્થિરતા સ્ટાર્ટઅપ્સ માટે મહત્વપૂર્ણ બની જાય છે.
વડાપ્રધાન મોદૃીએ અવકાશ ક્ષેત્રમાં પ્રવેશી રહેલા નવા ઉદ્યોગસાહસિકોની પ્રશંસા કરી હતી અને તેમને સરકારના સતત સહયોગની ખાતરી આપી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે સરકાર નીતિઓ અને નિયમોમાં વારંવાર ફેરફાર કરીને સ્ટાર્ટઅપ્સ માટે અનિશ્ર્ચિતતા ઊભી કરવા માંગતી નથી.
તેમણે કહૃાું કે કોઈ યુવા ઉદ્યોગસાહસિક જોખમ લેતી વખતે અજાણતા ભૂલ કરે તો પણ સરકાર તેને મુશ્કેલીમાં એકલો નહીં છોડે.

રિલેટેડ ન્યૂઝ