ભારતીય રેલવેના માલ પરિવહન ક્ષેત્રે વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ થઈ છે. રેલવે મંત્રી અશ્ર્વિની વૈષ્ણવે ૧.૩ કિલોમીટર લાંબી ડબલ-સ્ટેક કન્ટેનર માલગાડીનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ ટ્રેન પશ્ર્ચિમ સમર્પિત માલવહન કોરિડોર (ડ્ઢહ્લઝ્ર) પર દૃોડાવવામાં આવી હતી અને તેમાં એકની ઉપર એક એમ ડબલ-સ્ટેક કન્ટેનર લાદૃવામાં આવ્યા હતા.
આ ટ્રેન ૨૧ ઓગસ્ટે સાંજે ૭ વાગ્યે મુંબઈના જવાહરલાલ નહેરુ પોર્ટ થી રવાના થઈ હતી. આશરે ૪૨૨ કિલોમીટરનું અંતર કાપીને ટ્રેન ગુજરાતના વડોદૃરા ડિવિઝનના વર્નામા ખાતે આવેલા ર્ઝ્રંદ્ગર્ઝ્રંઇના ગુડ્સ કાર્ગો ટર્મિનલ પહોંચી હતી. ટ્રેનમાં કુલ ૩૬૦ ્ઈેં કન્ટેનર માલનું પરિવહન કરવામાં આવ્યું હતું. આ લાંબી ટ્રેનમાં બે ડબલ-સ્ટેક રેક સામેલ હતા. દૃરેક રેકમાં ૪૫+૧ લોડેડ કન્ટેનર હતા. આગળના રેકને લોકોમોટિવ નંબર ૬૦૩૧૧ ખેંચી રહૃાું હતું, જેનું કુલ વજન ૧,૮૧૭ ટન હતું. જ્યારે પાછળના રેકને લોકોમોટિવ નંબર ૨૪૬૯૦ ખેંચી રહૃાું હતું અને તેનું વજન ૨,૧૦૫ ટન હતું. આમ, બંને રેકનું કુલ વજન ૩,૯૨૨ ટન થયું હતું.
