સરકારના વાયદા પોકળ ગણાવી CJPનું અલ્ટીમેટમ

ફરી દેશવ્યાપી આંદોલનની તૈયારી

કોકરોચ જનતા પાર્ટી (CJP) એ ચેતવણી આપી છે કે, જો સરકાર પોતાના વચનો પૂરા નહીં કરે, તો દૃેશમાં ફરી એકવાર શાંતિપૂર્ણ આંદૃોલન શરૂ કરવામાં આવશે. સીજેપીએ કેન્દ્ર સરકાર પર યુવાનો સાથે કરેલા વચનોથી ફેરવી તોળવાનો અને વિશ્ર્વાસઘાત કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.
પાર્ટીએ જણાવ્યું કે, ૨૫ જુલાઈના રોજ જે સમજૂતીના આધારે દૃેશવ્યાપી આંદૃોલન પાછું ખેંચવામાં આવ્યું હતું, તે માગણીઓ સરકાર હવે પૂરી કરવામાંથી પીછેહઠ કરી રહી છે.
સીજેપીની લીગલ ટીમ અને નેતાઓના જણાવ્યા અનુસાર, ૧૮ ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટમાં થયેલી સુનાવણી દૃરમિયાન કોર્ટે કેન્દ્ર સરકાર પાસે ત્રણ વખત વિદ્યાર્થીઓ અને પ્રદૃર્શનકારીઓ સામે નોંધાયેલી એફઆઈઆર (હ્લૈંઇ)ની પૂરી યાદૃી માગી હતી. સુપ્રીમ કોર્ટ બંધારણની કલમ ૧૪૨ હેઠળ મળેલા વિશેષ અધિકારોનો ઉપયોગ કરીને તમામ કેસો એકસાથે રદૃ કરવા માગતી હતી. પરંતુ, કોર્ટના વારંવાર પૂછવા છતાં, કેન્દ્ર સરકારે આ યાદૃી સોંપવા અંગે કોઈ સ્પષ્ટતા કરી નહોતી.
પ્રેસ કોન્ફરન્સમાં સીજેપીના સહ-સંયોજક સૌરવ દૃાસ અને લીગલ અફેર્સ લીડ રત્ના િંસહે આરોપ લગાવ્યો કે, આંદૃોલન સમાપ્ત કરાવ્યા બાદૃ સરકાર દૃેશના યુવાનોને છેતરવાનો પ્રયાસ કરી રહી છે.
સીજેપીના નેતાઓએ સ્પષ્ટ કર્યું કે સરકારે તેમની સાથે બે મુખ્ય વચનો આપ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ