અંતરિક્ષ ક્ષેત્રમાં ભારતનો દબદબો યથાવત રહેશે

જે દૃેશ પાસ્ો સૌથી વધુ વિશ્ર્વસનિય લોન્ચ સિસ્ટમ હશે એ જ વૈશ્ર્વિક અંતરિક્ષ અર્થવ્યવસ્થાન્ો નિયંત્રિત કરશે

રવિવારે દૃેશમાં ઉજવાયેલો રાષ્ટ્રીય અંતરિક્ષ દિૃવસ માત્ર એક તારીખનો ઉત્સવ નથી પરંતુ ભારતની વૈજ્ઞાનિક યાત્રાની ગુણવત્તા અન્ો નિરંતર પ્રગતિનું જીવંત પ્રમાણ છે. ત્રણ વર્ષ પ્ાૂર્વે ચંદ્રયાન-૩ના વિક્રમ લેન્ટરે જ્યારે ચંદ્ર પર દૃક્ષિણ ધ્રૂવય ક્ષેત્રની પાસ્ો એક શિવશક્તિ પોઇન્ટ પર સફળતાપ્ાૂર્વક લેર્િંન્ડગ કર્યું હતું ત્યારે વિશ્ર્વના દૃેશોએ આ વાતનો સ્વીકાર કર્યો હતો કે ભારત હવે માત્ર અનુયાયી દૃેશ નથી પરંતુ અંતરિક્ષ ક્ષેત્રે પથદૃર્શક રાષ્ટ્ર બની ગયું છે.
વડાપ્રધાન્ો આ મેળવેલી સફળતા પછી બ્ોંગલુરૂમાં આ ઐતિહાસિક દિૃવસન્ો રાષ્ટ્રીય અંતરિક્ષ દિૃવસ જાહેર કર્યો હતો અન્ો ત્ોમણે આ વાત સ્પષ્ટ કરી હતી કે આ સફળતા આગામી પ્ોઢીન્ો પ્રેરિત કરશે તથા રાષ્ટ્રીય ગર્વન્ો નવી ઊંચાઇ અપાવશે.
આજે જ્યારે આપણે આ દિૃવસ પર વિચાર કરીએ છીએ ત્યારે આપણે આ વાત સમજવી જરૂરી છે કે અંતરિક્ષમાં મળેલી સફળતા કોઈ આકસ્મિક ચમત્કારનું પરિણામ નથી પરંતુ દૃાયકાઓથી કરવામાં આવેલી સાધના, સંસાધનોની ઉણપ અન્ો અદૃમ્ય ઇચ્છાશક્તિ તથા વૈજ્ઞાનિક સ્વભાવના વિકાસનું પ્રતિિંબબ છે.
થુમ્બાના સાવ નાના લોન્ચ પ્ોડથી લઇન્ો આજ સુધીની અંતરિક્ષની સફર આ વાત યાદૃ અપાવે છે કે વિકાસશીલ રાષ્ટ્ર અંતરિક્ષન્ો પોતાની પ્રાથમિકતા બનાવી વિશ્ર્વ પટલ પર પોતાની ઓળખ સ્થાપી છે. ભારતની અંતરિક્ષ યાત્રાની સૌથી મોટી વિશેષતા એ છે કે ભારત્ો સફળતાન્ો માત્ર મિશન સુધી સિમિત રાખ્યુ નથી પરંતુ વ્યાપક રીત્ો પરિવર્તિત કર્યુ છે.
આર્યભટ્ટથી લઇ મંગલયાન સુધી, ચંદ્રયાન શ્રુંખલાથી આદિૃત્ય એલ-૧ સુધીની સફળતા માત્ર ભારત્ો ટેકનીકલી રીત્ો વિજય મેળવ્યો નથી પરંતુ દૃેશની સામૂહિક ક્ષમતાનું પ્રદૃર્શન છે. આંતરરિષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન પર ભારતીય અંતરિક્ષ યાત્રીની હાજરી તથા નિસાર જેવા સંયુક્ત મિશનોએ ભારતન્ો વૈશ્ર્વિક સહયોગનો મહત્ત્વનો ભાગીદૃાર બનાવ્યો છે.
આ સાથે ખાનગી ક્ષેત્રનો ઉદૃય થયો છે ત્ો ઉલ્લેખનીય છે આ વિસ્તાર માત્ર આંકડાઓના ખેલનો નથી પરંતુ યુવા પ્રતિભાઓ માટે નવી તકો, નવા ચાર સંસ્કૃતિનો વિકાસ તથા આત્મનિર્ભર ભારતની વ્યવહારિક અભિવ્યક્તિ છે.
આ સાથે જો ભવિષ્ય તરફ નજર નાખવામાં આવે તો ગગનયાન મિશન, ભારતીય અંતરિક્ષ સ્ટેશનની પરિકલ્પના તથા શુક્ર અન્વેષણની યોજનાઓ સ્પષ્ટતા કરે છે કે ભારત હવે માત્ર અંતરિક્ષ ક્ષેત્રે બીજા દૃેશોનો સહારો લેતો નથી પરંતુ અંતરિક્ષમાં સ્થાયી હાજરી, ગહન વૈજ્ઞાનિક સંસોધન કરવાની દિૃશામાં અગ્રેસર બન્યું છે.
અલબત્ત આ મહત્તકાંક્ષાઓ પડકારજનક છે પરંતુ અત્યાર સુધીમાં ભારત્ો જે અંતરીક્ષ ક્ષેત્રમાં સફળતા મેળવી છે ત્ોની સામે આ પડકારોનો સામનો કરી શકાશે દૃેશમાં દૃરેક નાગરિકો અંતરિક્ષમાં મળેલી સફળતા માટે ગર્વ અનુભવે છે આજે આ વાતની જરૂર છે કે આ સફળતાન્ો શિક્ષણ, અનુસંધાન તથા નવાચારમાં વધુ રોકાણ થાય ત્ોનો આધાર બન્ો.
૨૦મી સદૃીમાં જ્યારે એરોપ્લેનનો આવિષ્કાર થયો ત્યારે લોકોએ ત્ોન્ો મોટરકારના એક વિસ્તાર સમાન મશીન ગણ્યું હતું. પાછળથી વિશ્ર્વન્ો ખબર પડી કે આ માત્ર એન્જિન નથી આ દૃુનિયાની અર્થવ્યવસ્થા, રાજનીતિ, યુદ્ધ, પર્યટન અન્ો માનવીય સંબંધની પ્ાૂરી પરિભાષા બદૃલી નાખનારી ક્રાંતિ છે.
આજે અંતરિક્ષ વિજ્ઞાન બરાબર આ પડાવ પર ઉભુ છે ફરક એટલો છે કે આ વખત્ો ક્રાંતિ પ્ાૃથ્વીના આસમાનમાં નહી પરંતુ પ્ાૃથ્વીની બહાર થઈ રહી છે. તાજેતરમાં ચીન્ો એક લાંબી છલાંગ લગાવી છે ત્ોણે ત્ોના એક લોંગ માર્ચ રોકેટન્ો સફળતાપ્ાૂર્વક અંતરિક્ષમાં મોકલ્યું હતું. અન્ો પછી ત્ોના બ્ાૂસ્ટરન્ો સાઉથ ચાઇના સમુદ્રમાં રિકવરી જહાજ પર ઉતાર્યું હતું. આવુ કરવાવાળો ચીન બીજો દૃેશ બન્યો છે.
અગાઉ અમેરિકામાં એલન મસ્કની કંપની સ્પ્ોસ એક્સ્ો ફરીથી ઉપયોગમાં લઈ શકાય ત્ોવા રોકેટની ધારણાન્ો પ્રયોગશાળામાંથી કાઢીન્ો વ્યવસાયિક સફળતામાં બદૃલી હતી.
પ્રથમ નજરે આ એરોપ્લેનની જેમ એક ટેકનોલોજીના સમાચાર લાગ્ો પરંતુ થોડા ઊંડા ઉતરીએ તો ખ્યાલ આવે કે આ માત્ર રોકેટની વાત નથી. આ માનવ સભ્યતાના વિચારમાં આવેલા મોટા પરિવર્તનની વાત છે. આ બાબત્ો એક કલ્પના કરી શકાય કે દૃર વખત્ો દિૃલ્હીથી મુંબઈ જતા પ્લેનન્ો ત્યાં છોડી દૃેવામાં આવે અન્ો પરત આવવા માટે નવા પ્લેન ઉડાડવામાં આવે.

રિલેટેડ ન્યૂઝ