ઓલિમ્પિક સહિતના દિૃગ્ગજ ખેલાડીઓ પણ જોડાશે મોદૃી કરશે યુવાનો સાથે સંવાદ

વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી રાષ્ટ્રીય રમતગમત દિૃવસના બે દિૃવસ પહેલા એટલે કે ૨૭ ઓગસ્ટે દૃેશભરના ૧૫૦૦થી વધારે સ્થળો પર હાજર ખેલાડીઓ અને યુવાનોનું વર્ચ્યુઅલ સંબોધન કરશે. આ કાર્યક્રમ ‘ખેલો ઇન્ડિયા સંવાદૃ  ખેલ કી બાત, પીએમ કે સાથનો ભાગ હશે, જેને
રમત ગમત મંત્રાલયની મુખ્ય પહેલ જણાવવામાં આવી છે. રાષ્ટ્રીય રમત ગમત દિૃવસ ૨૯ ઓગસ્ટે હૉકીના દિૃગ્ગજ મેજર ધ્યાનચંદૃની જયંતીના અવસરે ઉજવવામાં આવે છે. કેન્દ્રીય રમત ગમત મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે, વડાપ્રધાનના સ્વતંત્રતા દિૃવસના સંદૃેશના રમત-ગમત અને યુવા શક્તિ સાથે જોડાયેલા મુખ્ય અંશો પણ કાર્યક્રમમાં બતાવવામાં આવશે. ત્યારબાદૃ વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી દૃેશભરના યુવાનોને વર્ચ્યુઅલ રીતે સંબોધિત કરશે. મનસુખ માંડવિયાએ કહૃાું કે, આ પહેલ દ્વારા દૃેશભરમાં ૧૫૦૦થી વધુ સ્થળો પર યુવાનો, ખેલાડીઓ અને શૈક્ષણિક સંસ્થાઓને એકસાથે લાવવામાં આવી રહી છે. આઈઆઈટી, આઈઆઈએમ, એનઆઈટી, એમ્સ, મોટી મેડિકલ કૉલેજો, યુનિવર્સિટીઓ અને અન્ય અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓ પણ આ રાષ્ટ્રવ્યાપી અભિયાનમાં ભાગ લેશે. તેમણે કહૃાું, આ પહેલ રમત ગમત પ્રેમી યુવાનો અને ભારતના નીતિ-નિર્માતાઓ વચ્ચે સીધો સંવાદૃ સ્થાપિત કરવાનો મોટો પ્રયાસ છે.

રિલેટેડ ન્યૂઝ