વસતિ ગણતરીમાંથી ભિક્ષાવૃતિ-નિરાશ્રીત કોલમ દુર કરાઈ

ગત વસતિ ગણતરી સમયે 3.8 લાખ ભીક્ષુક નોંધાયા હતા

નવી દિલ્હી: દેશમાં વસતી ગણતરીનો મહારાઉન્ડ આગામી વર્ષથી શરૂ થઈ રહ્યો છે તેમાં હવે 1931 બાદ પ્રથમ વખત જાતી આધારીત વસતિ ગણતરીને પણ સામેલ કરાયુ છે પણ અન્ય એક મહત્વના નિર્ણયમાં આ વસતિ ગણતરીમાં આર્થિક-ઉપજાવ કઈ રીતે જીવન નિર્વાહ થાય છે તે કેટેગરીમાં હવે ભીખ માંગવી કે અનાથ અથવા નિરાશ્રીત કેટેગરીને દુર કરાઈ છે. બિન-આર્થિક પ્રવૃતિનું જે કોલમ હતી તેમાં અત્યાર સુધી આ બન્ને પ્રકારે જીવન નિર્વાહ ચલાવતા લોકોને સામેલ કરાતા હતા.ગત વસતિ ગણતરીમાં બહું ઓછા 3.8 લાખ લોકોની જ નોંધણી થઈ હતી અને હવે આ કેટેગરીથી સામાજીક રીતે સંકોચ જેવી સ્થિતિ બની શકે છે તેથી તેને દુર કરવાનો નિર્ણય કરાયો છે. ગત વસતિ ગણતરીમાં આ પ્રકારે જીવન નિર્વાહ ચલાવતા લોકો એ પણ પોતે તેમાં સમાવેશ કરવામાં સંકોચ અનુભવ્યો હતો તેથી આ પ્રકારે જે આંકડા જાહેર થાય તે કેટલા ભરોસાપાત્ર તે પણ પ્રશ્ર્ન હતો. હવે આ વર્ગને નોન-ઈકોનોમીક વર્ગમાં અન્ય કેટેગરીમાં સામેલ કરવામાં આવશે. અન્ય એક મહત્વપૂર્ણ બદલાવમાં જે લોકો વાઈગ્રેટ થયા હોય તેમાં જે કારણો પુછાય છે તેમાં કુદરતી આફતને કારણ તરીકે દુર કરવામાં આવ્યું છે. માઈગ્રેશન એટલે કે એક રાજયથી બીજા રાજય કે તે રીતે વ્યાપાર, શિક્ષણ, નોકરી લગ્ન વિ. જે જન્મ સ્થળ બાદ અન્યત્ર વસ્યા છે તેનો કુદરતી આફતના કારણે વસવાટની પણ એક કોલમ હતી તે હવે દુર કરવામાં આવી છે. જેમાં હવે અન્ય કારણોસર તેવો શબ્દ ઉમેરાયો છે.
આજ રીતે આર્થિક પ્રવૃતિમાં જે અધર્સ કેટેગરી છે તથા વિદ્યાર્થી ગૃહિણી અન્ય પર આધારિત પેન્શનર નિવૃતિ વિ.નો પણ સમાવેશ છે.
આ ઉપરાંત માતા-પિતાની વિગતોના ખાનામાં જેમાં તેમના જન્મતારીખ અને સ્થળ તથા જન્મની નોંધ લેવાશે. આ ત્યારે જ ભરવાના હોય છે જયારે માતા-પિતા સાથે રહેતા ન હોય અથવા હયાત ન હોય, અગાઉ પણ આ માહિતી મંગાતી હતી. જેનાથી આંતર ધાર્મિક લગ્ન અને ધર્મ પરિવર્તનની માહિતી મળે છે પણ નવો હેતુ એ છે કે નવા સીટીઝનશીપ એકટ હેઠળ માતા-પિતાના જન્મની તારીખ- સ્થળ પરથી તે ભારતની નાગરિકતાના માપદંડ કેટલા પુરા કરે છે તે નિશ્ર્ચિત કરી શકાશે. આ ઉપરાંત મોબાઈલ નંબર, આધાર, વોટર આઈડી, ભારતીય પાસપોર્ટ નંબર વિ. સહિતના જે ડેટા છે તે ગુપ્ત જ રહેશે. જો કે ભીક્ષાવૃતિ, કોઈ કમાણી નહી તેવા ડેટા જાહેર થાય તો તેનાથી ગૃહિણીનું ચિત્ર પણ થોડુ વધુ નિશ્ર્ચિત થાય પણ તે માહિતી આપવામાં ઈન્કાર થાય છે.

રિલેટેડ ન્યૂઝ