બાળકો માટે સ્ક્રીન ટાઇમની મર્યાદૃા નક્કી કરવી જરૂરી છે ટેકનીક આજની જરૂરિયાત છે પરંતુ સુરક્ષિત બાળપણનું વધુ મહત્વ છે
વિશ્ર્વના ઘણા દૃેશોના બાળકોનો સ્ક્રીન ટાઇમ, સોશિયલ મીડિયા તથા ઓનલાઇન સુરક્ષાન્ો લઇ કડક નિયમો કરવામાં આવ્યા છે. આ વાતનો સંકેત છે કે, ડિજિટલની આદૃતમાં બાળકો વધુ પડતો ભોગ બની રહૃાા છે.
આજના બાળકો રમતના મેદૃાનમાં રમતો રમવા કરતાં મોબાઇલનો વધુ પડતો ઉપયોગ કરી રહૃાા છે. છત્તીસગઢના રાયપુર એમ્સથી આવેલી ખબર િંચતાજનક છે જેમાં દૃર્શાવવામાં આવ્યું છે કે, ત્યાં ઇલાજ માટે આવતા ૧૦૦માંથી ૧૨ બાળકો મનોરોગનો શિકાર બની ચૂક્યા છે. જે મોબાઇલ ગ્ોમની લત લાગી ગયા પછી ત્ોનો ઉપચાર થઇ શકે છે.
મોબાઇલ અન્ો ઓનલાઇન ગ્ોમ બાળકોના મનોરંજન સુધી સિમિત રહૃાું નથી. પરંતુ બાળકોનો વ્યવહાર, શિક્ષણ અન્ો પરિવારના સાથેના સંબંધોન્ો પ્રભાવિત કરે છે. શાળાના બાળકોથી લઇન્ો ૨૦ વર્ષ સુધીના કિશોરોમાં જે મોબાઇલની લત પ્રસરી છે ત્ો િંચતાજનક છે.
ઓનલાઇન ગ્ોમની સૌથી મોટી ખાસિયત આ છે કે, ત્ો તુરંત પરિણામ આપ્ો છે. થોડીક ક્ષણોમાં વિજય, પરાજ્ય, ઇનામ, રમતમાં આગળનું લેવલ, અન્ો રમત રમતી વેળા સતત મળતો રોમાંચ બાળકોના મગજન્ો ત્વરિત રાહત આપ્ો છે અન્ો ત્ોમન્ો વધુ સંતોષ મળતો હોય છે. સમસ્યા ત્યારે શરૂ થાય છે જ્યારે આ આદૃત વાસ્તવિક જીવનમાં તુરંત પરિણામની અપ્ોક્ષા પ્ોદૃા કરે છે ભણવામાં મહેનત, સફળતા મેળવવા માટે જોવી પડતી રાહ તથા નિષ્ફળતાનો સ્વીકાર આજના યુગના બાળકો કરી શકતા નથી.
ત્ોમન્ો જો મનપસંદૃ વસ્તુઓ ન મળે તો ચિડિયાપણું, જિદ્દ અન્ો ગુસ્સો વધી જાય છે. મોબાઇલનો ઓછો ઉપયોગ કરવો તથા ઓનલાઇન ગ્ોમ ન રમવા મામલે બાળકો અન્ો માવતર વચ્ચે અવારનવાર તકરાર થાય છે આથી ઘણી વખત માવતર અન્ો બાળકો વચ્ચે સંવાદૃના સ્થાન્ો વિવાદૃ થતો હોય છે.
જે મોબાઇલે દૃુનિયાન્ો જોડવાનો વાયદૃો કર્યો હતો ત્ો મોબાઇલ આજે માવતર અન્ો બાળકો વચ્ચે અંતર વધારવાવાળો બન્યો છે વધુ પડતા મોબાઇલના ઉપયોગથી ઉઘણી ઉણપ, સામાજિક અંતર તથા સતત ડિજિટલ ઉત્ોજના જેવી સમસ્યા વધે છે. આથી જો આ વેળા બાળકોના વર્તનમાં ગંભીર પરિવર્તન જોવા મળે તો ત્ોન્ો માત્ર જીદૃ માનીન્ો આંખ આડા કાન કરવા જોઇએ નહીં. અલબત્ત આ સમસ્યાનું સમાધાન બાળક પાસ્ોથી મોબાઇલ છિનવી લેવામાં નથી.
જરૂરિયાત આ વાતની છે કે, આધુનિક વિશ્ર્વમાં ટેકનીકથી અંતર રાખવું જોઇએ નહીં. પરંતુ ત્ોના ઉપયોગમાં સંતુલન લાવવું જરૂરી છે આ માટે માવતરોએ બાળકો સાથે વધુમાં વધુ સમય પસાર કરવો જોઇએ. બાળકો સાથે વાતચીન કરવી જોઇએ ત્ોમની સાથે રમતો રમવી જોઇએ અને માવતરોએ બાળકોની દૃુનિયાન્ો સમજવી જોઇએ આથી મોબાઇલનો ઉપયોગ ન કરો ત્ોમ કહેવાના સ્થાન્ો બાળક માટે ઘરમાં સંવાદૃનું વાતાવરણ ઉભું કરવું જરૂરી છે. બાળકો માટે સ્ક્રીન ટાઇમની મર્યાદૃા નક્કી કરવી જોઇએ, િંનદ્રાધીન થતા અગાઉ મોબાઇલથી અંતર રાખવુંં જરૂરી છે બાળકોએ પણ રચનાત્મક પ્રવૃત્તિઓ માટે સમયની ફાળવણી કરવી જોઇએ. બાળપણન્ો સ્ક્રીનના કેદૃી બનાવવાના બદૃલે બાળકોએ બહારની દૃૂનિયામાં વધુ રસ લેવો જોઇએ. ટેકનીક આજની જરૂરિયાત છે પરંતુ સુરક્ષિત બાળપણ ત્ોનાથી વધુ જરૂરી છે જરૂરત આ વાતની છે કે, મોબાઇલ બાળકોના હાથમાં રહે બાળપણ મોબાઇલના હાથમાં જવું જોઇએ નહીં.
બાળકોમાં મોબાઇલ વપરાશ વધવા પાછળ કોઇ એક કારણ નથી પરંતુ સામાજિક, માનસિક અન્ો ટેકનોલોજીકલ પરિબળોનો સમાવેશ થાય છે. કાર્ટૂન, શોર્ટ વિડિયો અન્ો ગ્ોમ્સના રંગબ્ોરંગી ચિત્રો અન્ો અવાજો બાળકોના મગજમાં ડોપાઇન કેમિકલ રિલિઝ કરે છે જેનાથી ત્ોમન્ો વારંવાર મોબાઇલનો સ્ક્રીન જોવાની મજા આવતી હોય છે. આજની દૃોડધામ ભરી િંજદૃગી અને નોકરિયાત માવતર પાસ્ો બાળકો સાથે રમવા કે વાત કરવા પ્ાૂરતો સમય હોતો નથી પરિણામે બાળકન્ો શાંત રાખવા કે વ્યસ્ત રાખવા માટે હાથમાં મોબાઇલ આપવામાં આવે છે. શહેરી જીવનમાં ખુલ્લા મેદૃાનોનો અભાવ અને સુરક્ષાના કારણોસર બાળકો ઘરની બહાર રમવા જઇ શકતા નથી જેથી ત્ોઓ ઘરમાં મોબાઇલનો ઉપયોગ વધુ કરે છે બાળકો પોતાના માતા-પિતા અને ઘરમાં મોટા સભ્યોન્ો સતત મોબાઇલ વાપરતા જુએ છે જેથી ત્ોઓ ત્ોમનું અનુકરણ કરે છે.
કોરોના સમયગાળા પછી ઓનાલાઇન કલાસ અન્ો હોમવર્ક માટે બાળકોના હાથમાં સ્માર્ટ ફોન આવ્યા છે જેનાથી ત્ોમની સ્ક્રીન હેબીટ વધી છે અન્ય બાળકો ઓનલાઇન ગ્ોમ્સ રમે છે કે, ચોક્કસ વિડિયો જુએ છે ત્ોથી બાળકોમાં એ જ વસ્તુઓ જોવાની અન્ો રમવાની ઇચ્છા જાગ્ો છે.
