ભારતનું ઓલિમ્પિક પ્રદૃર્શન ત્યારે જ સુધરી શકે છે જ્યારે દૃેશ તમામ રમતોમાં ભાગ લેવાનુ શરૂ કરશે:મોદૃી
વડાપ્રધાનનું વિઝન માત્ર મેડલ જીતવા સુધી સીમિત નથી, પરંતુ રમતગમતને રાષ્ટ્ર નિર્માણનું એક સશક્ત માધ્યમ બનાવવાનું છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદૃીએ ’ખેલો ઇન્ડિયા ડાયલોગ’ દૃરમિયાન સેંકડો ખેલાડીઓ સાથે સીધો સંવાદૃ કર્યો હતો. રમતગમત ક્ષેત્રે ભારતનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા અંગે વાત કરતા પીએમ મોદૃીએ સ્પષ્ટ કર્યું કે ભારતનું ઓલિમ્પિક પ્રદૃર્શન ત્યારે જ સુધરી શકે છે જ્યારે દૃેશ તમામ રમતોમાં ભાગ લેવાનું શરૂ કરશે. તેમણે િંચતા વ્યક્ત કરી હતી કે ભારત હજુ પણ ઘણી ઓલિમ્પિક રમતોથી દૃૂર છે. પીએમ મોદૃીએ જણાવ્યું કે તેમનું વિઝન માત્ર મેડલ જીતવા સુધી સીમિત નથી, પરંતુ રમતગમતને રાષ્ટ્ર નિર્માણનું એક સશક્ત માધ્યમ બનાવવાનું છે.
૨૦૨૪ના પેરિસ ઓલિમ્પિકનો ઉલ્લેખ કરતા પીએમ મોદૃીએ કડવું સત્ય રજૂ કર્યું હતું. તેમણે કહૃાું કે પેરિસ ઓલિમ્પિકની ૩૨ રમતોમાંથી ભારતે માત્ર ૧૬ રમતોમાં જ ભાગ લીધો હતો. આ કઠોર વાસ્તવિકતા પર પ્રકાશ પાડતા તેમણે ઉમેર્યું, ઓલિમ્પિકમાં કેટલીય રમતો રમાય છે, પરંતુ ભારતીય ટીમો અડધી રમતમાં પણ ભાગ લેતી નથી. આ સ્થિતિ દૃાયકાઓથી ચાલી આવી છે, જેના કારણે આપણે મેડલ ટેલીના એક મોટા ભાગ માટે સ્પર્ધા જ કરી શકતા નથી. વિશ્ર્વના અન્ય દૃેશો તે રમતોમાં મેડલ જીતે છે, જ્યારે આપણે ભાગ પણ નથી લેતા. તેમણે કહૃાું કે જો મેડલની સંખ્યા વધારવી હોય, તો ખેલાડીઓએ અન્ય રમતોમાં પણ નિપુણતા મેળવવી પડશે.
પોતાના વિઝનને વધુ સ્પષ્ટ કરતા પીએમ મોદૃીએ ૧૫ ઓગસ્ટના સ્વતંત્રતા દિૃવસના ભાષણની યાદૃ અપાવી હતી. તેમણે ૫ થી ૧૫ વર્ષના બાળકો માટે ખાસ પ્રતિભા શોધ કાર્યક્રમની જાહેરાત કરી હતી, જે નાના બાળકોમાંથી રમતગમતની પ્રતિભા ઓળખી તેમને દૃેશ માટે શ્રેષ્ઠ એથ્લીટ તરીકે તૈયાર કરશે. લાલ કિલ્લાના પ્રાચીર પરથી આપેલા સંદૃેશનો ઉલ્લેખ કરતા પીએમ મોદૃીએ કહૃાું, રમતગમત માત્ર મેડલ જીતવા પૂરતી નથી, પરંતુ ભારતની રમત શક્તિ અને યુવા શક્તિનો ઉપયોગ ’વિકસિત ભારત’ના નિર્માણમાં કરવાનો આ એક મહત્ત્વનો સંકલ્પ છે.
