૨૭ લાખ મતદૃારોમાંથી ૯૧% નામ પુન: સામેલ

પશ્ર્ચિમ બંગાળમાં SIR અભિયાન હેઠળ મતદૃાર યાદૃીમાંથી રદ

પશ્ર્ચિમ બંગાળમાં વોટર લિસ્ટના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (જીૈંઇ) અભિયાન હેઠળ અંદૃાજે ૨૭ લાખ મતદૃારોના નામ યાદૃીમાંથી હટાવી દૃેવાયા હતા. ત્યારબાદૃ પ્રભાવિત નાગરિકોને પોતાના વાંધા અને દૃાવા રજૂ કરવાની તક અપાઈ હતી. આ પ્રક્રિયા માટે ચૂંટણી પંચે બનાવેલી ટ્રિબ્યુનલો દ્વારા જે કેસોનો અત્યાર સુધીમાં નિકાલ કરવામાં આવ્યો છે, તેમાંથી આશરે ૯૧% દૃાવાઓ યોગ્ય ઠર્યા છે અને તે તમામના નામ ફરીથી મતદૃાર યાદૃીમાં સામેલ કરી લેવાયા છે. આ વિગતો બહાર આવતા જ કોંગ્રેસે પીએમ મોદૃી અને મુખ્ય ચૂંટણી કમિશનર (ઝ્રઈઝ્ર) જ્ઞાનેશ કુમાર વચ્ચેની મિલીભગતનો દૃાવો કરીને ’વોટ ચોરી’નો આકરો આક્ષેપ કર્યો છે.
ચૂંટણી પંચે જાહેર કરેલા આંકડા દૃર્શાવે છે કે ટ્રિબ્યુનલો દ્વારા અત્યાર સુધીમાં ૮૨,૭૮૨ અપીલોનો ઉકેલ લાવવામાં આવ્યો છે. આ પૈકી ૯૧% એટલે કે ૭૫,૪૪૩ નામોને ફરીથી વોટર લિસ્ટમાં સામેલ કરી લેવાયા છે, જ્યારે ૮.૮૬% જેટલા (૭,૩૩૯) દૃાવાઓ જ રદૃ કરવામાં આવ્યા છે. આ મુદ્દે સોશિયલ મીડિયા પર વિરોધ નોંધાવતા કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે ચૂંટણી પૂર્વે જીૈંઇ યોજીને નાગરિકોના નામ કમી કરવા અને ચૂંટણી પત્યા બાદૃ તેને ફરી જોડવા એ લોકોનો મતાધિકાર છીનવવાનું વ્યવસ્થિત કાવતરું છે. આ સાથે જ કોંગ્રેસે બે મહિના અગાઉ પશ્ર્ચિમ બંગાળની એક સરકારી બિલ્ડિંગમાં લાગેલી આગમાં વિધાનસભા ચૂંટણીમાં ઉપયોગમાં લેવાયેલી ૪,૦૦૦ ઈફસ્ ખાખ થઈ જવાની ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો હતો.
કોંગ્રેસ સાંસદૃ ઈશા ખાન ચૌધરીએ ઇ્ૈં જવાબનો હવાલો આપતા જણાવ્યું હતું કે, ’જીૈંઇ પ્રક્રિયા દૃરમિયાન ૨૭,૨૮,૫૦૦ લોકોને અયોગ્ય જાહેર કરાયા હતા, પરંતુ તેની સામે ૩૮,૧૦,૬૨૦ અપીલો દૃાખલ થઈ હતી. એટલે કે મૂળ સંખ્યા કરતાં ૧૦,૮૨,૧૨૦ વધુ અપીલો નોંધાઈ હતી. સાંસદૃે સવાલ ઉઠાવ્યો કે શું આ વધારાની અપીલો ચૂંટણી પંચ દ્વારા એવા મતદૃારોને હટાવવા માટે કરવામાં આવી હતી જેઓ વિધાનસભા ચૂંટણીમાં મતદૃાન કરી ચૂક્યા હતા? ૯૧% નામો ફરીથી ઉમેરાવા તે દૃર્શાવે છે કે શરૂઆતમાં સાચા મતદૃારોના નામ ખોટી રીતે હટાવવામાં આવ્યા હતા.
સુપ્રીમ કોર્ટમાં જીૈંઇ પ્રક્રિયાને પડકારનારા કોંગ્રેસ નેતા પ્રોસેનજિત બોસે જણાવ્યું હતું કે કમી કરાયેલા ૨૭ લાખ મતદૃારોમાંથી માત્ર ૭ લાખ નાગરિકો જ જાતે અપીલ દૃાખલ કરી શક્યા છે, જ્યારે બાકીની અપીલો ચૂંટણી પંચ અથવા અન્ય લોકો દ્વારા સામૂહિક રીતે નામ હટાવવા માટે કરાઈ છે. કોંગ્રેસે કોલકાતા અને હાવડા મહાનગરપાલિકાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટને આ અપીલોના નિકાલ માટે સમયમર્યાદૃા નક્કી કરવા વિનંતી કરી છે. જિલ્લાવાર વિગતો જોઈએ તો, મુર્શિદૃાબાદૃમાં સૌથી વધુ ૭,૪૭,૩૦૫ અપીલો દૃાખલ થઈ હતી (જેમાંથી ૪૩૪ બહાલ અને ૫૩ રદૃ થયા). માલદૃામાં ૫,૩૧,૧૪૯ અપીલોમાંથી તમામ ૧,૪૭૧ નિકાલ થયેલા કેસોમાં નામ બહાલ કરાયા હતા. ઉત્તર ૨૪ પરગણામાં તમામ ૨૭૭ નિકાલ થયેલા કેસો અને દૃક્ષિણ ૨૪ પરગણામાં ૨૦,૧૦૭ નામો ઉમેરાયા હતા. આ ઉપરાંત હુગલીમાં ૧૯,૫૨૮ નામો પાછા ઉમેરાયા હતા, જ્યારે દૃાર્જિિંલગમાં ૫૦,૭૧૨ અપીલોમાંથી ૧૫૯ નામો ઉમેરાયા હતા અને માત્ર ૧ દૃાવો ફગાવવામાં આવ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ