દુનિયામાં પહેલી વાર એઆઈથી બ્રેન સર્જરી

લંડન સ્થિત ‘નેશનલ હોસ્પિટલ ફોર ન્યુરોલોજી એન્ડ ન્યુરોસર્જરી’ના ડોક્ટરોએ એઆઈની મદદથી સફળ
બ્રેન ટ્યુમર સર્જરી કરી

તબીબી અને ટેકનોલોજીનાં ઈતિહાસમાં વધુ એક મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. લંડન સ્થિત ‘નેશનલ હોસ્પિટલ ફોર ન્યુરોલોજી એન્ડ ન્યુરોસર્જરી’ના ડોક્ટરોએ એઆઈની મદદથી દુનિયાની પહેલી સફળ બ્રેન ટ્યુમર સર્જરી પાર પાડી છે. આ અત્યાધુનિક સર્જરી દ્વારા ડોક્ટરોએ એક 48 વર્ષનાં દર્દીનાં મગજમાંથી ટ્યુમર બહાર કાઢીને તેમની અંધાપો આવવાની અણી પર પહોંચેલી આંખોની રોશની સંપૂર્ણપણે પાછી મેળવી આપી છે. આ સફળ ઓપરેશન મે મહિનામાં કરવામાં આવ્યું હતું, પરંતુ દર્દીની રિકવરી અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેની માહિતી હવે જાહેર કરવામાં આવી છે.
દર્દીનું નામ રીસ હિબર્ટ છે. તેઓ બેડફોર્ડશાયરના રહેવાસી છે. વર્ષ 2024 માં તેમનામાં પિટ્યુટરી ગ્લેન્ડ પાસે 11 એમએમના ટ્યુમરની ખબર પડી હતી. સમય સાથે તેમની સ્થિતિ બગડતી ગઈ. જો આ સર્જરી ન થઈ હોત, તો રીસ અંધ થઈ શકતા હતા.

રિલેટેડ ન્યૂઝ