ભારતના મજબૂત જીડીપી વૃદ્ધિના આંકડાઓએ સરકારનો ઉત્સાહ વધાર્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદૃીએ આ આંકડાઓનું સ્વાગત કર્યું. નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતનો જીડીપી વૃદ્ધિ દૃર ૭.૮% હતો. પીએમએ તેને વૈશ્ર્વિક આર્થિક અનિશ્ર્ચિતતાઓ, તેલના ભાવમાં વધઘટ અને પુરવઠા-શૃંખલા વિક્ષેપો છતાં પ્રાપ્ત થયેલ ઉદૃાહરણીય પ્રદૃર્શન તરીકે વર્ણવ્યું. નાણામંત્રી નિર્મલા સીતારમણે આ પ્રભાવશાળી પ્રદૃર્શનનો શ્રેય ભારતના લોકો અને તેમની મહેનતને આપ્યો.
પીએમ મોદૃીએ કહૃાું, એક મોટી સિદ્ધિ. પીએમ મોદૃીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કર્યું. તેમણે કહૃાું, “નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતનો ૭.૮% નો પ્રભાવશાળી જીડીપી વૃદ્ધિ દૃર એક મોટી સિદ્ધિ છે.
તેમણે વૈશ્ર્વિક અર્થતંત્ર સામેના પડકારો છતાં આ મજબૂત વૃદ્ધિનો શ્રેય ભારતીયોની સામૂહિક શક્તિને આપ્યો.
પ્રધાનમંત્રીએ કહૃાું, નિરાશાવાદૃીઓ ખોટા સાબિત થયા, અને ભારત ફરી એકવાર સમૃદ્ધ થયું છે.
