૭ના મોત, અનેક ઈજાગ્રસ્ત
ઉત્તર પ્રદૃેશના કૌશાંબીમાં ફટાકડાની એક ફેક્ટરીમાં વિસ્ફોટ થયો છે. આ અકસ્માતમાં ૭ લોકોના મોત થયા છે અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. તેમને પ્રયાગરાજની જીઇદ્ગ હૉસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં લાવવામાં આવ્યા છે. ગંભીર હાલતમાં એક મહિલાને સારવાર માટે હૉસ્પિટલમાં દૃાખલ કરવામાં આવી છે.
વિસ્ફોટ એટલો તીવ્ર હતો કે લગભગ ૨ કિલોમીટર સુધી તેનો અવાજ સંભળાયો હતો. બ્લાસ્ટનો અવાજ સાંભળીને લોકો ગભરાઈ ગયા હતા. હાલમાં પોલીસ અને અન્ય તપાસ એજન્સીઓની ટીમ મામલાની તપાસમાં લાગી ગઈ છે. ફાયર વિભાગની ગાડીઓ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. આ ઘટના કૌશામ્બી અને પ્રયાગરાજ બોર્ડર પર આવેલા થાણા પીપરી અને પૂરામુતી વિસ્તારની સીમા પાસે આદિૃત્ય નામે ચાલતા ફટાકડાના ગોડાઉનની છે.
સોમવારે સવારે લગભગ ૧૧ વાગ્યે અહીં એક ભયાનક વિસ્ફોટ થતાં વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. જો કે હજુ સુધી તંત્ર તરફથી મૃતકો અને ઈજાગ્રસ્તોની સંખ્યાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. ફટાકડા ફેક્ટરી વિસ્ફોટ કેસમાં મૃતકોની સંખ્યા ૧૫ને પાર પહોંચી શકે છે. ૨૫થી વધુ લોકોની હાલત અત્યંત ગંભીર છે.
