વાર્ષિક ધોરણે આવકમાં ૧૪.૦૮%નો વધારો પણ ગત માસ કરતા ઘટ્યુ
આયાતી ઉત્પાદૃનો-સેવાનું જીએસટી કલેકશન ફરી વધ્યા:ઘરેલુ કલેકશન રૂા.૧.૩૭ લાખ કરોડ
દૃેશમાં તહેવારોની મોસમ પુર્વે ઓગષ્ટ માસમાં લોકોની ખરીદૃીને બ્રેક લાગી ગઈ હોય તેમ માસીક જીએસટી કલેકશનમાં ઘટાડો થયો છે. જો કે વાર્ષિક ધોરણે જીએસટી કલેકશન ૧૪.૮% વધ્યુ છે અને રૂા.૧,૯૯,૮૫૩ કરોડ નોંધાયું છે પરંતુ ગત માસના એટલે કે જુલાઈ ૨૦૨૬ના રૂા.૨.૧૧ લાખ કરોડ કરતા ઓગષ્ટનું કલેકશન ઘટયુ છે. વાર્ષિક ધોરણે જીએસટીની આવકમાં થયેલા વધારા માટે ખાસ કરીને આયાતી જીએસટી કલેકશન ૨૯ ટકા જેટલું વધીને રૂા.૬૨,૬૦૪ કરોડ થયું છે. જયારે ઘરઆંગણે જીએસટી કલેકશનમાં ૯.૦૩ ટકાનો ધીમો વધારો થયો છે અને ગત વર્ષે રૂા.૧,૨૫,૫૭૦ કરોડ હતું તે વધીને ૧,૩૭,૨૪૯ કરોડ નોંધાયું છે. જયારે ઓગષ્ટ માસમાં જીએસટી રિફંડ રૂા.૩૧,૭૯૫ કરોડ થયું છે જે ગત વર્ષના આજ માસના રૂા.૧૮,૯૩૫ કરોડથી વધુ છે. આયાત માટેના જીએસટીમાં રૂા.૧૩૩૦૫ કરોડનો ફાળો છે. ખાસ કરીને રિફંડ વધતા ઓગષ્ટ માસનું નેટ જીએસટી કલેકશન રૂા.૧,૬૮,૦૫૭ કરોડ નોંધાયું છે જે ગત વર્ષના રૂા.૧,૫૫,૧૮૧ કરોડથી વધુ છે. ખાસ કરીને કસ્ટમ જીએસટી આવકમાં ૨૨.૦૩ ટકાનો વધારો થયો છે. હવે તહેવારોની ખરીદૃી વધતા આગામી વર્ષમાં જીએસટી કલેકશનમાં મોટો વધારો થાય તેવા સંકેત છે.
