દૃેશભરમાં સર્જાયેલા વિવાદૃ બાદૃ નેશનલ કંપની લો ટ્રીબ્યુનલે પોતાના ચુકાદૃાને મુલત્વી રાખ્યો
૨૨૦૦૦ કરોડના દેવામાં દૃેવાળીયાપણાનો કેસ હવે પાંચ સભ્યોની ટ્રીબ્યુનલ સંભાળશે
ઝી તથા એસ્સેલ ગ્રુપના ચેરમેન સુભાષ ચંદ્રાને રૂા.૨૨૦૦૦ કરોડથી વધુના દૃેવામાં મળેલી રાહતમાં હવે બ્રેક લાગી ગઈ છે. નેશનલ કંપની લો ટ્રીબ્યુનલ એ દૃેવાળીયા મામલામાં તા.૨૫ ઓગષ્ટના સુભાષ ચંદ્રાને ફકત ૬.૨૫ કરોડ ચુકવવા જે આદૃેશ આપ્યો હતો તેની સામે સ્ટે આપી દૃીધો છે અને સુભાષ ચંદ્રાને ગેરેન્ટર તરીકે તેમની મિલ્કતો વેચવા કે ટ્રાન્સફર કરવા ઉપરાંત પણ સ્ટે આવી ગયો છે. હવે આ મામલો નેશનલ કંપની લો ટ્રીબ્યુનલના પાંચ સભ્યોની ખાસ ખંડપીઠ સમક્ષ જશે અને તેના પર ચુકાદૃો આપશે. અગાઉ ત્રણ સભ્યોની ખંડપીઠે આપેલા ચુકાદૃામાં કોઈ એક મત ન હતો. હવે તેને પાંચ સભ્યો સાંભળશે. દૃેશભરમાં ભારે વિવાદૃ જગાવનાર આ નાણાકીય હેરકટના કારણે અનેક પ્રશ્ર્નો ઉભા થયા હતા.
બેંકો સહિતના દૃેવાદૃારોના રૂા.૨૨૦૦૬ કરોડના ધિરાણ સામે ફકત રૂા.૬.૨૫ કરોડ ચુકવીને સુભાષ ચંદ્રાને મોટી રાહત આપવામાં આવી હતી. તેની સાથે બીજા વિવાદૃ પણ બહાર આવ્યા હતા. પરંતુ દૃેશભરમાંથી જે રીતે આ પ્રકારના આદૃેશ સામે પ્રશ્ર્ન ઉભા થયા કે તેથી હવે નેશનલ કંપની લો બોર્ડ ટ્રીબ્યુનલે પોતે જ આ આદૃેશ સામે સ્ટે આપી દૃીધો છે. એટલું જ નહી સુભાષ ચંદ્રાને હવે મિલ્કતો વેચવા કે ટ્રાન્સફર કરવા પર પણ હાલ સ્ટે અપાઈ ગયો છે.
સમગ્ર દૃેવાળીયા પ્રક્રિયાની નવેસરથી પાંચ સભ્યોની ખંડપીઠ સમક્ષ સુનાવણી થશે અને તેના પરથી આખરી ચુકાદૃો અપાશે. જેમાં અલગ અલગ બેંકોએ પણ ત્રણ સભ્યોની ટ્રીબ્યુનલના ચુકાદૃાને પડકાર્યો છે.
