કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં રૂા.૧૧.૫૦નો વધારો

તહેવારો ટાણે મોંઘવારીનો માર

હોર્મુઝ કટોકટી હળવી થયાના આશાવાદૃ હેઠળ કેન્દ્ર સરકારની પેટ્રોલિયમ કંપનીઓએ કોમર્શિયલ ગેસમાં ફરી ભાવવધારાનો ડામ આપ્યો છે. સિલીન્ડર દૃીઠ રૂા.૧૧.૫૦નો ભાવવધારો કરવામાં આવ્યો છે. ઉપરાંત વિમાની ઈંધણ પણ મોંઘુ કરવામાં આવ્યુ છે.ભારતમાં તહેવારોની મૌસમ શરૂ થઈ છે તેવા સમયે કોમર્શિયલ રાંધણગેસ મોંઘો કરવામાં આવતા કચવાટ સાથે નારાજગી છે. મધ્યપુર્વમાં અમેરિકા-ઈરાન વચ્ચેના યુદ્ધમાં સમાધાન થઈ જવાના આશાવાદૃ હેઠળ ગત મહિને રાંધણગેસમાં ઘટાડા સાથે રાહત આપવામાં આવી હતી. પરંતુ હોર્મુઝ કટોકટીનો કોઈ ઉકેલ આવતો ન હોવાથી આજે ફરી વખત ભાવવધારાનો ડામ આપવામાં આવ્યો છે. કોમર્શિયલ ગેસ સીલીન્ડર મોંઘુ થતા રેસ્ટોરાં, હોટલ, નાના વેપારીઓના ખર્ચમાં વધારો થશે.
રાહતની વાત એ છે કે પાંચ કિલો છોટુ સીલીન્ડર તથા સબસીડીયુક્ત સિલીન્ડરના ભાવમાં પણ કોઈ બદૃલાવ કરવામાં આવ્યો છે. પાંચ કિલોના નોન ડોમેસ્ટીક સિલીન્ડરનો ભાવ બે રૂપિયા વધારાયો છે જેનો નવો ભાવ ૭૬૪ થયો છે. વિમાની ઈંધણ પણ થોડુ મોંઘુ કરાયુ છે. ભારતમાં હવે તહેવારોની સીઝન શરૂ થઈ છે. ખાનપાનથી માંડીને વિમાની સફર વધશે તેવા સમયે ભાવવધારો લોકો પર બોજ વધારી શકે છે.

રિલેટેડ ન્યૂઝ