Oracle કરશે ૧૦,૦૦૦ કર્મચારીઓની હકાલપટ્ટી

ટેક સેક્ટરમાં ફરી મોટી છટણીનો ખતરો

કંપનીએ છેલ્લા ૧૨ મહિનામાં ૨૧,૦૦૦ કર્મચારીઓની છટણી કરી છે

દિૃગ્ગજ ટેકનોલોજી કંપની ઓરેકલ ર્(ંટ્ઠિષ્ઠઙ્મી)માં ફરી એકવાર મોટા પાયે કર્મચારીઓની છટણી થાય તેવી પૂરેપૂરી શક્યતા દૃેખાઈ રહી છે. અહેવાલો મુજબ, કંપની પોતાના વૈશ્ર્વિક વર્કફોર્સમાંથી આશરે ૭,૦૦૦થી ૧૦,૦૦૦ જેટલી નોકરીઓ ઘટાડવાની યોજના બનાવી રહી છે. કંપની પોતાના ખર્ચમાં કાપ મૂકવા માટે તમામ ટીમોને સૂચના આપી રહી છે, જેના કારણે કોઈ એક ચોક્કસ વિભાગને બદૃલે અલગ-અલગ ડિપાર્ટમેન્ટ્સમાં નોકરીઓ પર અસર પડી શકે છે.
આ સંભવિત છટણીની સૌથી વધુ અસર ભારતમાં રહેલા ઓરેકલના કર્મચારીઓ પર પડી શકે છે. ઓરેકલ માટે ભારત એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ કેન્દ્ર છે, જ્યાં એન્જિનિયિંરગ, ક્લાઉડ સર્વિસ, ટેકનોલોજી અને સપોર્ટ ક્ષેત્રે મોટી સંખ્યામાં કર્મચારીઓ કામ કરે છે. જોકે, ભારતમાં કેટલા લોકોને અસર થશે તેનો ચોક્કસ આંકડો હજુ સામે આવ્યો નથી. કર્મચારીઓમાં એવી ચર્ચા છે કે સપ્ટેમ્બર મહિનામાં જ કંપની આ અંગે નિર્ણય જાહેર કરી શકે છે.
કંપનીમાં થઈ રહેલા આ ફેરફારો પાછળ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (છૈં)નો વધતો ઉપયોગ અને ક્લાઉડ કમ્પ્યુિંટગ મુખ્ય કારણો માનવામાં આવે છે. ઓરેકલે તેના વાર્ષિક અહેવાલમાં પણ સ્વીકાર્યું છે કે છૈં ટેકનોલોજીના વધુ પડતા ઉપયોગને કારણે વર્કફોર્સમાં ઘટાડો થઈ રહૃાો છે. કંપની એક તરફ પોતાના ખર્ચાઓ નિયંત્રણમાં રાખવા માગે છે, તો બીજી તરફ છૈં અને ડેટા સેન્ટરના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં અબજો ડોલરનું રોકાણ કરી રહી છે.
ઓરેકલમાં છેલ્લા એક વર્ષથી સતત છટણીની પ્રક્રિયા ચાલી રહી છે. મે ૨૦૨૬ના અંત સુધીમાં કંપનીમાં ફુલ-ટાઇમ કર્મચારીઓની સંખ્યા ઘટીને લગભગ ૧,૪૧,૦૦૦ થઈ ગઈ હતી, જે તેના એક વર્ષ પહેલા આશરે ૧,૬૨,૦૦૦ હતી. આંકડા મુજબ, કંપનીએ છેલ્લા ૧૨ મહિનામાં જ ૨૧,૦૦૦થી વધુ કર્મચારીઓને બહારનો રસ્તો બતાવ્યો છે.
ઓરેકલે આ નવી છટણી અંગે હજુ સુધી કોઈ અધિકૃત નિવેદૃન આપ્યું નથી. જોકે, ૧૧ સપ્ટેમ્બરે કંપનીના ક્વાર્ટરલી પરિણામો જાહેર થવાના છે તે પહેલા જ છટણીના આ અહેવાલોથી કર્મચારીઓમાં અસુરક્ષા અને િંચતાનો માહોલ સર્જાયો છે.

રિલેટેડ ન્યૂઝ