કોલકાતા, મુંબઈ, કેરળના એરપોર્ટ પરથી કુલ રૂ.૬૫ કરોડની િંકમતનું ૪૨ કિલો સોનું જપ્ત

ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (ડ્ઢઇૈં)એ સંગઠિત સોનાની તસ્કરી સામે કડક વલણ અપનાવ્યું છે. તાજેતરમાં દૃેશભરમાં ગુપ્ત માહિતીના આધારે ડ્ઢઇૈંએ શ્રેણીબદ્ધ ઓપરેશન્સ હાથ ધરીને કુલ રૂ.૬૫ કરોડથી વધુની િંકમતનું ૪૨ કિલોગ્રામથી વધુ વિદૃેશી મૂળનું સોનું અને લગભગ ૧૦ કિલોગ્રામ ચાંદૃી જપ્ત કરવામાં આવી છે. સમગ્ર મામલે ડ્ઢઇૈંએ ૫ વિદૃેશી નાગરિકો સહિત ૨૫ વ્યક્તિઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઓપરેશન્સથી વિવિધ અને અત્યાધુનિક મોડસ ઓપરેન્ડી ખુલ્લી પડી છે. જેમાં ખાસ બનાવવામાં આવેલા વાહનોના ખાંચામાં સોના-ચાંદૃી છુપાવવું, શરીરમાં છુપાવવું, ટ્રાન્ઝિટ મુસાફરો અને એરપોર્ટ કર્મચારીઓનો ઉપયોગ કરવો અને જમીની તથા દૃરિયાકાંઠાના માર્ગો દ્વારા તસ્કરી કરવાનો સમાવેશ થાય છે. ગત ૨૮/૨૯ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ ડ્ઢઇૈંએ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે વિદૃેશી મૂળના સોનાની તસ્કરીમાં સામેલ એક સુસંગઠિત સિન્ડિકેટનો પર્દૃાફાશ કર્યો હતો. આ સિન્ડિકેટમાં દૃુબઈ, બેંગકોક અને માલે સહિતના સ્થળોએથી મુંબઈ થઈને ટ્રાન્ઝિટ કરતા વિદૃેશી નાગરિકો, તેમજ મુંબઈ ખાતે તસ્કરી કરાયેલા સોનાને ગુપ્ત રીતે બહાર કાઢવામાં મદૃદૃ કરનાર એરપોર્ટ સ્ટાફનો એક સભ્ય સામેલ હતો.
જેમાં મીણના સ્વરૂપમાં ૬.૮૫ કિલોગ્રામ ૨૪-કેરેટ સોનાની ધૂળ ધરાવતી કુલ ૧૬ કેપ્સ્યુલ રિકવર કરીને જપ્ત કરવામાં આવી હતી.

રિલેટેડ ન્યૂઝ