વર્ષ 2029 સુધીમાં 50 હજાર કરોડ રૂપિયાની ડિફેન્સ નિકાસનું સરકારનું લક્ષ્ય
સરકાર ડિફેન્સ સેક્ટરના એફડીઆઇ નિયમોમાં ઢીલ આપવાની તૈયારી કરી રહી છે અને આ ક્ષેત્ર 50 હજાર કરોડની નિકાસનું લક્ષ્ય રખાયું છે. સરકાર ડિફેન્સ સેક્ટરમાં વિદેશી રોકાણ (એફડીઆઇ)ના નિયમોને વધુ લચીલા બનાવવા પર વિચાર કરી રહી છે. સોમવારે એક અધિકારીએ જણાવ્યું છે કે તેમનો ઉદ્ેશ વધુને વધુ વિદેશી રોકાણકારોને ભારત તરફ આકર્ષિત કરવાનો છે. આ મામલે ઉદ્યોગ સંવર્ધન અને આંતરિક વ્યાપાર વિભાગ (ડીપીઆઇઆઇટી) હાલ સંબંધિત પક્ષો અને જાણકારોની સાથે સલાહ-મંત્રણ કરી રહ્યા છે. હાલના નિયમ મુજબ રક્ષા ક્ષેત્રમાં 74 ટકા સુધી એફડીઆઇ ઓટોમેટિક રૂટથી થઇ શકે છે. એટલે કે તેના માટે સરકારની મંજુરીની કોઇ જરૂર નથી, આનાથી વધુ રોકાણ માટે સરકારી મંજુરી લેવી પડે છે, સામાન્ય રીતે ત્યારે આપવામાં આવે છે, જ્યારે દેશને અત્યાધુનિક ટેકનિક મળવાની આશા હોય. ઉલ્લેખનીય છે કે રક્ષા ક્ષેત્રમાં નિકાસ 2013-14માં 686 કરોડ રૂપિયા હતી જે વધીને 2025-26માં 38424 કરોડ રૂપિયા થઇ ગઇ.
