રામમંદિૃરના સીઇઓ બન્યા પૂર્વ એરમાર્શલ જિતેન્દ્ર મિશ્રા

અયોધ્યા રામમંદિૃર ટ્રસ્ટની બેઠકમાં મહત્ત્વના નિર્ણયો

ચંપતરાયના સ્થાને મહંત ગોિંવદૃ દૃેવગિરી ટ્રસ્ટના મહામંત્રી નિમાયા: ટ્રસ્ટમાં પ્રથમ એક મહિલા સહિત નવા ત્રણ સભ્યો સામેલ

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા મંદિૃર પરિસરના દૃૈનિક અને વહીવટી કાર્યભારને વધુ સુવ્યવસ્થિત કરવા માટે એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. ઉત્તરપ્રદૃેશની રાજધાની લખનૌ ખાતેથી પ્રાપ્ત સત્તાવાર અહેવાલો મુજબ, ભારતીય વાયુસેનાના નિવૃત્ત એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાને શ્રી રામ મંદિૃર તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સૌપ્રથમ મુખ્ય કાર્યકારી અધિકારી (ઝ્રરૈીક ઈટીષ્ઠેૈીં ંર્કકૈષ્ઠીિ – ઝ્રર્ઈં) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ટ્રસ્ટના સર્વોચ્ચ વહીવટ માટે એક સક્ષમ અને પ્રભાવશાળી વહીવટી વડાની લાંબા સમયથી પ્રતીક્ષા હતી, જેનો હવે અંત આવ્યો છે.આ ઉપરાંત રામમંદિૃર તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટમાં પ્રથમ એક મહિલા નિર્મલા યાદૃવ તથા મહેશ ભાગંદૃ અન્ો મદૃન મોહન પાંડેન્ો સભ્ય તરીકે લેવામાં આવ્યા છે. જ્યારે ચંપતરાયની જગ્યાએ રામમંદિૃર ટ્રસ્ટના મહામંત્રી તરીકે ગોિંવદૃ દૃેવ ગીરીન્ો જવાબદૃારી સોંપવામાં આવી છે.
નિવૃત્ત એર માર્શલ જિતેન્દ્ર મિશ્રા દૃેશના સુરક્ષા ક્ષેત્રે એક અત્યંત પ્રતિષ્ઠિત અને આદૃરણીય સ્થાન ધરાવે છે. તેઓ ભારતીય વાયુસેનાની અત્યંત વ્યૂહાત્મક ગણાતી પશ્ર્ચિમી વાયુસેના કમાન્ડના વડા તરીકે પોતાની ઉત્કૃષ્ટ સેવાઓ આપી ચૂક્યા છે. એટલું જ નહીં, રાષ્ટ્રીય સુરક્ષા અને સૈન્ય કાર્યવાહીના ઈતિહાસમાં ગાજેલા મહત્વપૂર્ણ ‘ઓપરેશન િંસદૃૂર સાથે પણ તેમનો સીધો અને અતૂટ સંબંધ રહેલો છે. દૃેશની સરહદૃોનું સંરક્ષણ કરવા ઉપરાંત જટિલ સંજોગોમાં નિર્ણાયક યોજનાઓ ઘડવામાં તેમની કુશળતા જાણીતી છે. તેમની દૃીર્ઘ સૈન્ય કારકિર્દૃી અને શિસ્તબદ્ધ કાર્યશૈલીને ધ્યાને રાખીને જ ટ્રસ્ટ દ્વારા તેમને આ જવાબદૃારી માટે સર્વાનુમતે પસંદૃ કરવામાં આવ્યા છે. રામ મંદિૃરના પ્રથમ સીઈઓ તરીકે જિતેન્દ્ર મિશ્રા સમક્ષ અનેક નવી જવાબદૃારીઓ અને પડકારો રહેશે. અયોધ્યામાં નિર્માણ પામેલા ભવ્ય મંદિૃરના દૃર્શનાર્થે દૃેશ-વિદૃેશમાંથી દૃરરોજ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહૃાા છે. આવી સ્થિતિમાં સમગ્ર પરિસરનું સંચાલન, શિસ્તબદ્ધ સુરક્ષા વ્યવસ્થા, યાત્રાળુઓ માટેની સુવિધાઓ, તીર્થક્ષેત્રની નાણાકીય પારદૃર્શિતા તેમજ બાંધકામના બાકી રહેલા વિવિધ પ્રોજેક્ટ્સનું સુચારુ સંકલન કરવાની પ્રાથમિક જવાબદૃારી હવે તેમના શિરે રહેશે. રામ જન્મભૂમિ સંકુલમાં અત્યાધુનિક ટેકનોલોજીનો વિનિયોગ કરીને સંચાલનને વૈશ્ર્વિક સ્તરનું બનાવવામાં તેમનો સૈન્ય અનુભવ ચાવીરૂપ ભૂમિકા ભજવશે.
આ નિમણૂકથી રામ મંદિૃર ટ્રસ્ટના વહીવટી માળખાને નવી ઊર્જા, મજબૂતાઈ અને લશ્કરી સ્તરની શિસ્ત પ્રાપ્ત થશે. એક કુશળ પ્રશાસક તરીકે એર માર્શલ જિતેન્દ્ર મિશ્રા આગામી સમયમાં રામ મંદિૃર સંકુલની દૃૈનિક ગતિવિધિઓને નવી ઊંચાઈ આપશે તેવી શ્રદ્ધાળુઓ અને ટ્રસ્ટના સભ્યોને સંપૂર્ણ અપેક્ષા છે.

રિલેટેડ ન્યૂઝ