ગણતરીના કલાકોમાં સોનું ૪૫૦૦ અને ચાંદૃી ૯૦૦૦ રૂપિયા સસ્તા થઈ

કિંમતી ધાતુઓ સોના અને ચાંદૃીના ભાવમાં આજે પણ કડાકાનો માહોલ છે. વાયદૃા બજાર અને રિટેલ બજાર બંનેમાં સોનું અને ચાંદૃી પછડાયા છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન મુજબ ૧૦ ગ્રામ સોનું ૧૮૫૫ રૂપિયા તૂટ્યું છે જ્યારે ચાંદૃી ૨૦૫૯ રૂપિયા તૂટી છે. પીએમ મોદૃીએ વળી પાછી સોનુ ન ખરીદૃવાની અપીલ કરતા ૨ જ દિૃવસમાં સોનું ૪૫૦૦ રૂપિયા અને ચાંદૃી ૯૦૦૦ રૂપિયા સુધી તૂટી ચૂક્યા છે. ૈંમ્ત્નછ વેબસાઈટના ભાવ મુજબ ૯૯૯ પ્યોરિટીવાળું ૧૦ ગ્રામ સોનું આજે ૧૮૫૫ રૂપિયા તૂટીને ૧૫૧૩૨૮ રૂપિયા પર પહોંચ્યું જે કાલે ૧૫૩૧૮૩ પર બંધ થયું હતું. આગલા દિૃવસે સોનું ૧૫૫૮૩૫ રૂપિયા પર બંધ થયું હતું એટલે કે સોમવારના બંધ ભાવ અને આજના ભાવને સરખાવીએ તો ૪૫૦૭ રૂપિયા જેટલું સોનું ગણતરીના કલાકોમાં તૂટ્યું છે. એ જ રીતે ચાંદૃીની વાત કરીએ તો ચાંદૃીમાં આજે ૨૦૫૯ રૂપિયાનો કડાકો નોંધાયો છે અને ભાવ ૨૨૮૩૬૦ રૂપિયા પર પહોંચ્યો છે. જે કાલે ૨૩૦૪૧૯ રૂપિયા પર બંધ થયો હતો. ચાંદૃી સોમવારના રોજ ૨૩૭૧૯૯ રૂપિયા પર બંધ થઈ હતી એટલે કે અત્યારના ભાવ સાથે સરખાવીએ ૮૮૩૯ રૂપિયા જેટલી ગણતરીના કલાકોમાં સસ્તી થઈ છે.

રિલેટેડ ન્યૂઝ