ભાવનગર યાર્ડનું થશે કાયાકલ્પ, મુરાદૃાબાદૃમાં ‘કવચ ૪.૦ અને સમસ્તીપુરના ૨૧ સ્ટેશનો પર ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોિંકગ લાગુ કરાશે
ભારતીય રેલવેએ મુસાફરોની સુરક્ષા વધારવા અને ટ્રેનોના સમયસર સંચાલન માટે 675 કરોડ રૂપિયાનાં ખર્ચે ત્રણ નવી મહત્વપૂર્ણ પરિયોજનાઓને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ્સ હેઠળ ઉત્તર પ્રદેશનાં મુરાદાબાદ ડિવિઝનમાં 170 કરોડનાં ખર્ચે સ્વદેશી સુરક્ષા સિસ્ટમ ’કવચ 4.0’ લગાવવામાં આવશે, જેનાથી ટ્રેનો વચ્ચેની ટક્કર અને અકસ્માતનો ભય ટળશે. આ ઉપરાંત બિહારના સમસ્તીપુર ડિવિઝનના 21 સ્ટેશનો પર 233 કરોડનાં ખર્ચે આધુનિક ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ સિસ્ટમ બદલવામાં આવશે. ગુજરાતનાં ભાવનગર માટે પણ રેલવેએ એક મહત્વનો નિર્ણય લીધો છે. ભાવનગર પરા યાડના રીમોડેલિંગ (પુન:નિર્માણ) માટે 125 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યાં છે. આ કામગીરી પૂર્ણ થવાથી ભાવનગર ટર્મિનસ પરનું ટ્રેનોનું વધારાનું ભારણ ઘટશે અને કેટલીક ટ્રેનોનું હોલ્ટ તથા સંચાલન ભાવનગર પરામાં શિફ્ટ કરાશે. આ ફેરફારથી મુસાફરો માટે સુવિધાઓ વધશ
અને ટ્રેનોની અવરજવર વધુ સરળ બનશે.
પશ્ર્વિમ બંગાળનાં આદ્રા અને જોયચંદીપહાડ વચ્ચે 272 કરોડ રૂપિયાના ખર્ચે 11 કિલોમીટર લાંબી નવી બાયપાસ રેલ લાઇન બનાવવામાં આવશે. આ લાઇન શરૂ થવાથી પ્રતિદિન આશરે 6,065 માલગાડીઓની અવરજવર સુગમ બનશે.
તે સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા માટે 23.40 મેટ્રિક ટન લોખંડની જરૂરિયાત પૂરી કરવામાં અને ભારત કોકિંગ કોલ લિમિટેડ માટે માલસામાનની હેરફેર ઝડપી બનાવવામાં મદદરૂપ થશે.
