દિલ્હી સામૂહિક દૃુષ્કર્મ કેસમાં નવા ખુલાસા CCTV બંધ, કિશોરીના શરીર પર ફિંગરપ્રિન્ટના નિશાન

દિૃલ્હીના ચર્ચિત કશ્મીરી ગેટ બસ સામૂહિક દૃુષ્કર્મ કેસમાં પોલીસને મહત્ત્વના ફોરેન્સિક પુરાવા હાથ લાગ્યા છે. તપાસ દૃરમિયાન સામે આવ્યું છે કે ઘટના સમયે બસમાં લગાવવામાં આવેલો ઝ્રઝ્ર્ફ કેમેરા બંધ હાલતમાં હતો અને આરોપીઓએ આ જ બાબતનો ફાયદૃો ઉઠાવીને ગુનાને અંજામ આપ્યો હતો. જોકે, ફોરેન્સિક ટીમ દ્વારા હાથ ધરાયેલી તપાસમાં બસમાંથી પીડિતા અને બંને આરોપીઓના િંફગરપ્રિન્ટ્સ મળી આવ્યા છે, જેનાથી ઘટના સમયે તેમની બસમાં હાજરી હોવાની પુષ્ટિ થઈ ગઈ છે.
પોલીસ આ મામલે ટૂંક સમયમાં જ કોર્ટમાં ચાર્જશીટ દૃાખલ કરવાની તૈયારી કરી રહી છે.
આ સમગ્ર મામલો ૪ ઓગસ્ટનો છે, જ્યારે એક કિશોરી નોઈડાના પરી ચોક વિસ્તારથી આ બસમાં લિટ લઈને બેઠી હતી. તે બાદૃ તેની સાથે બસમાં સામૂહિક દૃુષ્કર્મની શરમજનક ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. આ ઘટના સામે આવ્યા બાદૃ પોલીસે તપાસમાં ઝડપ લાવીને સમગ્ર બસની ઊંડાણપૂર્વક ફોરેન્સિક તપાસ કરાવી હતી.

રિલેટેડ ન્યૂઝ