એમવે આયુર્વેદમાં વિસ્તરણ સાથે વિકસિત ભારતના ધ્યેયને સમર્થન આપે છે

ન્યુટ્રિલાઇટ આયુર્વેદ હેઠળ નવાં ઉત્પાદનોની શ્રેણી લોન્ચ કરે છે; આગામી બે વર્ષમાં તેને ઈંગછ 100 કરોડની શ્રેણી બનાવવાનું લક્ષ્ય રાખે છે

ભારતની રાષ્ટ્ર-નિર્માણ પ્રાથમિકતાઓ અને વિકસિત ભારત 2047 ધ્યેય સાથે સંકલિત નિર્ણાયક પગલામાં અગ્રગણ્ય આરોગ્ય અને સુખાકારી કંપની એમવે ઇન્ડિયાએ આજે ન્યુટ્રિલાઇટ આયુર્વેદના લોન્ચ સાથે આયુર્વેદમાં એક સીમાચિહનરૂપ વ્યૂહાત્મક વિસ્તારની જાહેરાત કરી. છોડ આધારિત, નિવારક આરોગ્ય સંભાળ માટેની વધતી જતી ગ્રાહક માગણી દ્વારા સંચાલિત અને આયુષ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા પર ભારત સરકારની એકધારી એકાગ્રતા દ્વારા સમર્થિત કંપનીએ પોર્ટફોલિયો હેઠળ નવ નવી આયુર્વેદ નવીનતાઓનું અનાવરણ કર્યું છે અને આગામી બે વર્ષમાં ન્યુટ્રિલાઇટ આયુર્વેદને ઈંગછ 100 કરોડની શ્રેણી સુધી પહોંચાડવાનું લક્ષ્ય છે. ઓર્ગેનિક રીતે ઉગાડવામાં આવેલાં, ન્યુટ્રિસર્ટ- પ્રમાણિત ખેતરોમાંથી જવાબદારીપૂર્વક મેળવેલાં આયુર્વેદિક વનસ્પતિશાસ્ત્રનો ઉપયોગ કરીને વિકસાવવામાં આવેલાં આ ઉત્પાદનો તામિલનાડુમાં એમવેના અત્યાધુનિક એકમમાં ઉત્પાદિત થાય છે.
આ લોન્ચ એમવે ઇન્ડિયાના વેલનેસ પોર્ટફોલિયોના વિસ્તરણ કરતાં પણ વધુ વિશેષ કરે છે. તે ભારતમાં આયુર્વેદની આસપાસ વ્યાપક આર્થિક મૂલ્ય શૃંખલામાં યોગદાન આપવાની તક છે. જવાબદારીપૂર્વક મેળવેલા વનસ્પતિશાસ્ત્ર અને સ્થાનિક કૃષિથી લઈને ઉત્પાદન, વૈજ્ઞાનિક સંશોધન, નવીનતા અને રોજગાર સુધી ન્યુટ્રિલાઇટની 90 વર્ષથી વધુની વનસ્પતિ વિજ્ઞાન કુશળતાને એક દાયકાની સ્થાનિક ઉત્પાદન ક્ષમતાઓ સાથે જોડીને એમવે ઇન્ડિયા આયુર્વેદના સમયની કસોટીમાં પાર ઊતરેલા વિવેકવિચારને આધુનિક વૈજ્ઞાનિક માન્યતા સાથે જોડે છે અને એક સુખાકારી પ્રસ્તાવ બનાવે છે, જે ભારત માટે મેડ ઇન ઇન્ડિયા છે, જે ભારતના પરંપરાગત વેલનેસને વિશ્વમાં લઈ જવાની ક્ષમતા ધરાવે છે.
લોન્ચ સમયે મિડિયા સાથે વાત કરતાં એમવે ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર શ્રી રજનીશ ચોપરાએ જણાવ્યું હતું કે, ભારત પરંપરાગત વેલનેસમાં નોંધપાત્ર પરિવર્તન જોઈ રહ્યો છે, જે ભારત સરકારની આયુષ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા અને દેશના સ્વાસ્થ્ય અને વેલનેસના અભિન્ન ભાગ તરીકે આયુર્વેદને આગળ વધારવા પરના દૂરંદેશી ધ્યાન દ્વારા પ્રેરિત છે, જે ભારતમાં આયુર્વેદના વિકાસ અને વૈશ્વિક મંચ પર વધુ સુસંગતતા મેળવવા માટે એક મજબૂત પાયો બનાવી રહી છે. ઉપરાંત ભારત આયુર્વેદ- આગેવાની હેઠળની નવીનતા અને ઉત્પાદનમાં તેની ક્ષમતાઓને મજબૂત બનાવે છે તેમ આ વધતી જતી ઇકોસિસ્ટમમાં નવી આર્થિક તકો ઊભી કરવાની, ભારતની ક્ષમતાઓને મજબૂત બનાવવાની અને પરંપરાગત વેલનેસ માટે વૈશ્વિક સ્તરે સંબંધિત કેન્દ્ર તરીકે તેના ઉદભવને ટેકો આપવાની ક્ષમતા છે.

રિલેટેડ ન્યૂઝ