રિસર્ચ ક્ધસલ્ટન્સી ’અનિફિસમ’ (ઈંક્ષરશતીળ) ના નવા રિપોર્ટ “સ્માર્ટ ગ્રોથ ઇન અ ફાસ્ટ માર્કેટ” અનુસાર, ભારતનું ઈ-કોમર્સ ક્ષેત્ર વૃદ્ધિ અને નવીનતાના એક તદ્દન નવા યુગમાં પ્રવેશ કરી રહ્યું છે. દેશનું ઈ-કોમર્સ માર્કેટ 2024ના 125 બિલિયન યુએસ ડોલરથી લગભગ ત્રણ ગણું વધીને 2030 સુધીમાં 345 બિલિયન યુએસ ડોલર સુધી પહોંચવાનો અંદાજ છે. જાહેર નીતિ ક્ષેત્રે કામ કરતા થિંક-ટેન્ક ’એમ્પાવર ઇન્ડિયા’ના સહયોગથી તૈયાર કરાયેલ આ રિપોર્ટમાં આ દાયકાના બાકીના વર્ષો દરમિયાન ભારતના ડિજિટલ કોમર્સ ઇકોસિસ્ટમને આકાર આપનારા માળખાકીય વલણો, સ્પર્ધાત્મક ગતિશીલતા અને નિતિ વિષયક ફેરફારોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.
આ તારણો પર ટિપ્પણી કરતા નીતિ આયોગ (ગઈંઝઈં અફુજ્ઞલ) ના ફેલો ડો. બદ્રી નારાયણન ગોપાલક્રિષ્નનએ જણાવ્યું હતું કે, “ક્વિક કોમર્સ એ ક્ષણિક ટ્રેન્ડ નથી પરંતુ કાયમી ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. 2030 સુધીમાં 65-70 બિલિયન યુએસ ડોલરના મૂલ્યાંકન સાથે તે વધારાના ઈ-રિટેલ ગ્રોથમાં 45-50% યોગદાન આપશે. એમેઝોન નાઉ અને ફ્લિપકાર્ટ મિનિટ્સ અગ્રણી પ્લેયર્સ બનવાની ક્ષમતા ધરાવે છે. એમેઝોન નાઉ તેના હાલના ગ્રાહક આધારમાંથી માત્ર 20-25% ગ્રાહકોને પણ જો આ બાજુ વાળી લે, તો તે સ્થાપિત વિશ્વાસ અને ઝડપી ડિલિવરીના દમ પર માત્ર-ક્વિક-કોમર્સ આપતી સ્પર્ધક કંપનીઓને પાછળ છોડીને માર્કેટમાં અગ્રેસર બની શકે છે.”
એમેઝોન નાઉ (અળફુજ્ઞક્ષ ગજ્ઞૂ): ભારતીય ગ્રાહકો જે ઈકોસિસ્ટમ પર એક દાયકાથી વધુ સમયથી વિશ્વાસ મૂકી રહ્યા છે, તેના જ એક ભાગ રૂપે ’એમેઝોન નાઉ’ એ ક્વિક કોમર્સ ક્ષેત્રે પ્રવેશ કર્યો છે. તે ઈ-કોમર્સની વિશાળ વિવિધતા અને ગુણવત્તાની ખાતરી સાથે તે જ દિવસે (સેમ-ડે) ડિલિવરી સુવિધા આપે છે. કોઈ પણ જાતના કન્વિનિયન્સ ફી, હેન્ડલિંગ ફી, રેઇન કે સર્જ ચાર્જ વિના, સરળ ગ્રાહક સહાય અને પ્રાઇમ મેમ્બર્સ માટે મફત ડિલિવરી તથા વિશેષ કિંમતો જેવી સવલતોથી તે ગ્રાહકોને વધારાનું મૂલ્ય પૂરું પાડે છે.
