૫ લોકોની હાલત ગંભીર હોવાને કારણે તેમને સાગર જિલ્લા હોસ્પિટલમાં મોકલાયા
મધ્ય પ્રદૃેશના સાગર જિલ્લાની બંડા તાલુકના ચાર ગામોમાં કથિત રીતે ઝેરી દૃારૂ પીવાથી શનિવાર-રવિવારની મધ્યરાત્રિએ ૯ લોકોના મોત થયા છે. એક અધિકારીએ રવિવારે આ માહિતી આપી. આ ઘટનાને લઈને મુખ્યમંત્રી મોહન યાદૃવે સખત કાર્યવાહી કરવાનો નિર્દૃેશ આપ્યો છે.
સાગરમાં ઝેરી દૃારૂથી થયેલા મોત પર ઝ્રસ્ મોહન યાદૃવે કહૃાું, “મેં સંબંધિત મંત્રી અને અધિકારીઓને તુરંત જ ઘટનાસ્થળે જવાનો નિર્દૃેશ આપ્યો છે; અમે સૌથી સખત કાર્યવાહી કરીશું અને તપાસ કરાવીશું. અમારી સરકાર આવી ઘટનાઓને બિલકુલ સહન નહીં કરે.”
બીજી તરફ સાગરના મુખ્ય તબીબી અને આરોગ્ય અધિકારી (ઝ્રર્સ્ૐં) દૃેવેશ પટેરિયાએ બંડામાં પત્રકારોને જણાવ્યું કે કથિત રીતે ઝેરી દૃારૂ પીવાથી ૯ થી ૧૦ લોકોના મોત થયા છે. તેમણે જણાવ્યું કે ૫ લોકોની હાલત ગંભીર હોવાને કારણે તેમને સાગર જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. જોકે, સાગરના જિલ્લાધિકારી પ્રતિભા પાલે પત્રકારોને જણાવ્યું કે એ જરૂરી નથી કે મોત ઝેરી દૃારૂના સેવનના કારણે જ થયા હોય.
તેમણે કહૃાું, ‘‘કેટલાક લોકો બીમાર પડ્યા છે અને કેટલાક મોત પણ થયા છે. સિવિલ હોસ્પિટલમાં તેમની તપાસ કરવામાં આવી રહી છે.
નૌરાજ અને ઘૂઘર સહિત આસપાસના ચિહ્નિત વિસ્તારોમાં તબીબો અને અધિકારીઓની તપાસ ટીમો તૈનાત કરવામાં આવી છે.
જિલ્લાધિકારીએ ગ્રામજનોને અપીલ કરી કે છેલ્લા ૨૪ થી ૪૮ કલાક દૃરમિયાન કોઈ પણ પ્રકારના દૃારૂનું સેવન કરનાર વ્યક્તિને જો કોઈ પણ પ્રકારના લક્ષણો અનુભવાય, તો તે તુરંત જ તબીબ પાસે તપાસ કરાવે. તેમણે કહૃાું, ‘‘પ્રશાસન આવા તમામ કેસો પર નજર રાખી રહૃાું છે અને તપાસના આધારે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.
બંડાના પૂર્વ ધારાસભ્ય તરવર લોધીએ દૃાવો કર્યો કે ૯ લોકોના મોત ઝેરી દૃારૂ પીવાના કારણે થયા છે. તેમણે કહૃાું કે બંડા વિકાસખંડના બરાજ, ઘૂઘર, નૌરાજ અને આસપાસના ગામોમાં રહેતા ઘણા લોકોએ શનિવારે રાત્રે દૃારૂનું સેવન કર્યું હતું, જે પછી અચાનક તેમની તબિયત બગડવા લાગી. તેમણે જણાવ્યું કે પરિજનો તેમને સારવાર માટે બંડાની સરકારી હોસ્પિટલ લઈને પહોંચ્યા, જ્યાં તબીબોએ ઘણા લોકોને મૃત જાહેર કર્યા. તેમણે કહૃાું કે ૪-૫ લોકો બંડા સિવિલ હોસ્પિટલમાં ભરતી છે, જ્યારે ૪-૫ લોકોને સાગર મોકલવામાં આવ્યા છે.
લોધીએ લોકોને અપીલ કરી કે જે લોકોએ છેલ્લા બે-ત્રણ દિૃવસમાં બંડા વિસ્તારની કોઈ દૃુકાન કે ગેરકાયદૃેસર રીતે દૃારૂ વેચનારાઓ પાસેથી દૃારૂ ખરીદૃીને પીધો છે અને તેમને સ્વાસ્થ્ય સંબંધી થોડી પણ પરેશાની અનુભવાઈ રહી છે, તેઓ તુરંત જ હોસ્પિટલ પહોંચીને તબીબ પાસે તપાસ કરાવે. આ મામલાની ગંભીરતાને જોતા જિલ્લાધિકારી પ્રતિભા પાલ અને પોલીસ અધીક્ષક અનુરાગ સુજાનિયાના નેતૃત્વમાં પ્રશાસન અને પોલીસની ટીમ સ્થળ પર હાજર છે.