Jai Hind

જગુઆર લેન્ડ રોવર ૪૦૦૦ કર્મચારીઓની છટણી કરશે

ટાટા ગ્રુપની બ્રિટિશ સબસીડિયરી કંપની

મુખ્યત્વે મેન્ોજમેન્ટ અન્ો પગારદૃાર સ્ટાર સ્તરે કામ કરતા કર્મચારીઓની નોકરી જોખમમાં મુકાઈ

ટાટા મોટર્સની પ્રખ્યાત બ્રિટિશ સબસીડિયરી કંપની જગુઆર લેન્ડ રોવર મોટા પાયે કર્મચારીઓની છટણી કરવાની યોજના બનાવી રહી છે. મીડિયા અહેવાલો અનુસાર, કંપની આગામી બે વર્ષમાં યુકે માં આશરે ૪,૦૦૦ કર્મચારીઓને છટણી કરવા માટે સજ્જ થઈ રહી છે. આ છટણી મુખ્યત્વે મેનેજમેન્ટ અને પગારદૃાર સ્ટાફ સ્તરે કરવામાં આવશે. કંપનીનો મુખ્ય ઉદ્દેશ્ય મેનેજમેન્ટનું કદૃ ઘટાડીને ઓપરેશનલ ખર્ચમાં મોટો કાપ મૂકવાનો અને બિઝનેસને સરળ બનાવવાનો છે. આ લક્ષ્ય હાંસલ કરવા માટે કંપની દ્વારા સ્વૈચ્છિક રિડન્ડન્સી પ્રોગ્રામ પણ શરૂ કરવામાં આવી રહૃાો છે.યુકેના પ્રતિષ્ઠિત અખબાર “ધ ટાઇમ્સ” ના અહેવાલ મુજબ, આ કર્મચારી છટણી યોજના જેએલઆરના આશરે ૧.૭ બિલિયન યુરો (અંદૃાજે રૂા.૨૧,૭૦૦ કરોડ) ની બચત પ્રાપ્ત કરવાના વ્યાપક પ્રયાસોનો એક મહત્વપૂર્ણ ભાગ છે. કંપની તેના બિઝનેસ મોડેલને સરળ બનાવવા અને તેના બ્રેક-ઇવન પોઈન્ટ (જે િંબદૃુ પર ખર્ચ અને આવક સમાન બને છે) ને વાર્ષિક ૩૦૦,૦૦૦ વાહનો સુધી ઘટાડવા માંગે છે. આનો અર્થ સ્પષ્ટ છે કે હવે કંપની ઓછા વાહનોનું ઉત્પાદૃન અને વેચાણ કરીને પણ સારો નફો કમાઈ શકશે.જેએલઆરના યુકેમાં હાલમાં ૩૩,૦૦૦ થી વધુ સીધા કર્મચારીઓ છે, જ્યારે તેની સપ્લાય ચેઇન દ્વારા બીજા ૧૨૦,૦૦૦ જેટલા કર્મચારીઓને રોજગારી મળે છે. કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે આ છટણીની કોઈ અસર તેના કારખાનાઓમાં કામ કરતા કલાકદૃીઠ ઉત્પાદૃન અથવા એસેમ્બલી લાઇનના કામદૃારો પર નહીં પડે. કંપનીનો મુખ્ય ફોકસ ઓફિસ અને મેનેજમેન્ટના નિશ્ર્ચિત ખર્ચને ઘટાડવા પર છે, જેથી વૈશ્ર્વિક મંદૃી કે અન્ય પડકારો વચ્ચે પણ વ્યવસાયિક સ્થિરતા જાળવી શકાય.