યુધ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયુ
દિૃલ્હીના સત્ય નિકેતન વિસ્તારમાં રવિવારે એક ૫ માળની ઇમારત ધરાશાયી થઈ. તેમાં ૩ વિદ્યાર્થીઓના મોત થયા. જ્યારે, ૩ ગંભીર રીતે ઘાયલ છે. જે ઇમારત પડી તે ૪૦-૫૦ વર્ષ જૂની હતી. બિલ્ડિંગમાં હોસ્ટેલ ચાલતી હતી. પ્રત્યક્ષદૃર્શીઓ અનુસાર, દૃુર્ઘટના સમયે વિદ્યાર્થીઓ રૂમમાં હતા અને બેઝમેન્ટમાં ખોદૃકામ ચાલી રહૃાું હતું. ૯ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. એવું કહેવાય છે કે બિલ્ડિંગમાં ૨૦-૨૫ રૂમ હતા અને દૃરેક રૂમમાં ૨ વિદ્યાર્થીઓ રહેતા હતા. દૃુર્ઘટના સમયે અંદૃર ૫૦ થી વધુ લોકો હાજર હતા. બિલ્ડિંગના માલિકનું નામ આનંદૃ બંસલ છે, જે ગુરુગ્રામમાં રહે છે. પોલીસે તેની સામે કેસ દૃાખલ કર્યો છે.કાટમાળ નીચે દૃટાયેલા એક યુવકે પોતાનો વીડિયો બનાવીને શેર કર્યો. તેણે લોકોને બચાવવા અપીલ કરી. ઘટનાસ્થળે હાજર એક યુવકે ભાસ્કર રિપોર્ટરને જણાવ્યું કે આ યુવક તેનો મિત્ર છે. તે વારંવાર ફોન કરીને કહી રહૃાો છે કે મને બચાવી લો.ઘટના બપોરે ૧:૩૦ વાગ્યાની છે. સ્થાનિક લોકો હથોડા વડે કાટમાળ હટાવવાનો પ્રયાસ કરી રહૃાા છે. કાટમાળમાં કેટલીક ગાડીઓ પણ દૃબાઈ ગઈ છે. રિપોર્ટ્સ અનુસાર, કાટમાળની બાજુમાં એક અન્ય ઇમારત પણ પડવાની સ્થિતિમાં છે. પરંતુ લોકોને ત્યાંથી બહાર કાઢી લેવામાં આવ્યા છે.
સત્ય નિકેતન દિૃલ્હી યુનિવર્સિટીના સાઉથ કેમ્પસ પાસે આવેલો મુખ્ય વિદ્યાર્થીઓનો રહેણાંક વિસ્તાર છે. અહીં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઁય્ અને હોસ્ટેલમાં રહે છે. આ વિસ્તારમાં ઘણા વિદ્યાર્થી આવાસ છે અને આસપાસ વેંકટેશ્ર્વર કોલેજ, આર્યભટ્ટ કોલેજ, મોતીલાલ નેહરુ કોલેજ અને મૈત્રેયી કોલેજ જેવી સંસ્થાઓ છે.