ભારતીય ચૂંટણી પંચ દ્વારા દૃેશના ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદૃેશમાં ખાલી પડેલી ૬ મહત્વપૂર્ણ બેઠકો માટે પેટાચૂંટણીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
આ ચૂંટણીમાં આસામની નાગાંવ લોકસભા બેઠક ઉપરાંત પાંચ અલગ-અલગ વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર ચૂંટણી કાર્યક્રમ અનુસાર, તમામ ૬ બેઠકો પર આગામી ૬ ઓક્ટોબર, ૨૦૨૬ ના રોજ મતદૃાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જ્યારે ૯ ઓક્ટોબર, ૨૦૨૬ ના રોજ મતગણતરી પૂર્ણ કરી પરિણામો જાહેર કરવામાં આવશે. સંબંધિત જનપ્રતિનિધિઓ, ધારાસભ્યો અને સાંસદૃોના રાજીનામાને કારણે આ બેઠકો ખાલી પડી હતી, જેના પગલે હવે ત્યાં પેટાચૂંટણી યોજાઈ રહી છે.
આ પેટાચૂંટણીમાં સૌથી મોટો રાજકીય ગરમાવો પશ્ર્ચિમ બંગાળની હાઈ-પ્રોફાઈલ નંદૃીગ્રામ વિધાનસભા બેઠકને લઈને જોવા મળી રહૃાો છે. વર્ષ ૨૦૨૧ ની સામાન્ય ચૂંટણીમાં પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી આ બેઠક પર ભાજપના નેતા સુવેન્દૃુ અધિકારી સામે પરાજિત થયા હતા. ત્યારબાદૃ ૨૦૨૬ ની સામાન્ય વિધાનસભા ચૂંટણીમાં સુવેન્દૃુ અધિકારી ભવાનીપુર અને નંદૃીગ્રામ એમ બે બેઠકો પરથી ચૂંટણી લડ્યા હતા અને બંને બેઠકો પર તેમણે ભવ્ય વિજય મેળવ્યો હતો. જોકે, બે બેઠકો જીત્યા બાદૃ તેમણે પોતાની પરંપરાગત નંદૃીગ્રામ બેઠક પરથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો હતો. હવે નંદૃીગ્રામ બેઠક ખાલી પડતાં જ રાજ્યના રાજકારણમાં સૌથી મોટો પ્રશ્ર્ન એ ચર્ચાઈ રહૃાો છે કે શું મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતાના જૂના પરાજયનો બદૃલો લેવા માટે ફરીથી નંદૃીગ્રામના ચૂંટણી મેદૃાનમાં ઝંપલાવશે. આ ઉપરાંત, પશ્ર્ચિમ બંગાળની રેજીનગર વિધાનસભા બેઠક પર પણ પેટાચૂંટણી યોજાઈ રહી છે. રેજીનગરથી ચૂંટાયેલા હુમાયુ કબીરે નાઓડા બેઠક પરથી પણ વિજય મેળવ્યો હતો, જેથી તેમણે પાછળથી રેજીનગર બેઠક પરથી રાજીનામું આપતાં આ પેટાચૂંટણી આવી પડી છે. આસામની નાગાંવ સંસદૃીય બેઠકની વાત કરીએ તો, પૂર્વ સાંસદૃ પ્રદ્યુત બોરદૃોલોઈએ વિધાનસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસ પક્ષમાંથી છેડો ફાડી ભાજપમાં પ્રવેશ કર્યો હતો અને સાંસદૃ પદૃેથી રાજીનામું આપ્યું હતું, જેના લીધે આ લોકસભા બેઠક પર પેટાચૂંટણી જાહેર કરાઈ છે. દૃક્ષિણ ભારતમાં તમિલનાડુ રાજ્યની મદૃુરંતકમ બેઠકના ધારાસભ્ય મરાગથમ કુમારવેલ અને ધારાપુરમ બેઠકના ધારાસભ્ય પી. સત્યભામાના રાજીનામાને કારણે ત્યાં ચૂંટણી યોજાશે.
કેન્દ્રશાસિત પ્રદૃેશ પુડુચેરીમાં થટ્ટનચાવડી બેઠકના ધારાસભ્ય એન. રંગાસામીએ પદૃ છોડતાં ચૂંટણી પંચે આ બેઠક માટે પણ ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો છે.