Jai Hind

દિૃલ્હી સત્ય નિકેતન દૃુર્ઘટનામાં ૭ના મોતને લઇને હાઇકોર્ટ સખ્ત

બિલ્ડિંગ નો માલિક જ નહીં તંત્ર પણ જવાબદૃાર

દિૃલ્હીના પ્રતિષ્ઠિત સાઉથ કેમ્પસ પાસે આવેલા સત્ય નિકેતન વિસ્તારમાં તાજેતરમાં બનેલી ભયાનક દૃુર્ઘટનાએ સમગ્ર દૃેશનું ધ્યાન ખેંચ્યું છે. દિૃલ્હી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે બોય્ઝ પીજી તરીકે વપરાતી બે ઇમારતો અચાનક ધરાશાયી થતાં ૭ વિદ્યાર્થીઓના મોત નીપજ્યા છે, જ્યારે કાટમાળમાંથી ૧૨ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. આ મામલે દિૃલ્હી હાઈકોર્ટે તંત્રની ઝાટકણી કાઢી છે.કોર્ટે કહૃાું કે, આ ઘટના માટે માત્ર બિલ્ડિંગનો માલિક જ નહીં, પરંતુ નિયમોનું પાલન કરાવવામાં નિષ્ફળ રહેલું મ્યુનિસિપલ કોર્પોરેશન પણ એટલું જ જવાબદૃાર છે. દિૃલ્હી હાઈકોર્ટમાં દૃાખલ કરવામાં આવેલી ઁૈંન્ પર સુનાવણી કરતાં ચીફ જસ્ટિસની બેન્ચે દિૃલ્હી સરકાર, કેન્દ્ર સરકાર, સ્ઝ્રડ્ઢ, દિૃલ્હી પોલીસ, દિૃલ્હી યુનિવર્સિટી અને નેશનલ હૃાુમન રાઈટ્સ કમિશનને નોટિસ પાઠવી છે.
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે તેઓ દિૃલ્હી સરકાર, કેન્દ્ર અને સ્ઝ્રડ્ઢ તરફથી હાજર રહેશે. કોર્ટે આ ઘટનાને અત્યંત દૃર્દૃનાક અને કમનસીબ ગણાવી હતી અને કેસની આગામી સુનાવણી ૨૬ સપ્ટેમ્બરે નિયત કરી છે. સુનાવણી દૃરમિયાન કોર્ટે ટકોર કરી હતી કે બહારના રાજ્યોમાંથી દિૃલ્હી ભણવા આવતા યુવાનો માટે ડ્ઢેં પાસે પૂરતા હોસ્ટેલની વ્યવસ્થા નથી, જેના કારણે વિદ્યાર્થીઓએ નાછૂટકે અસુરક્ષિત ખાનગી પીજીમાં રહેવું પડે છે.

દિૃલ્હીમાં મંજૂરી વગરની પાંચમાં માળવાળી તમામ ઇમારતો સીલ થશે
દિૃલ્હીના સત્ય નિકેતન વિસ્તારમાં પાંચ માળની ઇમારત ધરાશાયી થવાથી છ લોકોના મોત બાદૃ, સરકારે એક મોટો નિર્દૃેશ જારી કર્યો છે.
મુખ્યમંત્રીએ મંજૂરી વિના પાંચમા માળનું બાંધકામ ધરાવતી તમામ ઇમારતોને તાત્કાલિક સીલ કરવાનો આદૃેશ આપ્યો છે.
સત્ય નિકેતનમાં પીજી બિલ્ડિંગ ધરાશાયી થવાથી છ લોકોના મોત બાદૃ, દિૃલ્હી સરકારે ગેરકાયદૃેસર બાંધકામો સામે કાર્યવાહી વધુ તીવ્ર બનાવવાનો નિર્ણય લીધો છે. નિયમોનું ઉલ્લંઘન કરીને બાંધવામાં આવેલી પાંચ માળની ગેરકાયદૃેસર ઇમારતોને તાત્કાલિક સીલ કરવાના નિર્દૃેશો જારી કરવામાં આવ્યા છે.