કેન્દ્રિય કેબિનેટની બેઠકમાં મહત્ત્વનો નિર્ણય
કેબિનેટ બેઠકમાં રેલવેના આધુનિકીકરણ સાથે જોડાયેલા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ પર ચર્ચા કરવામાં આવી હતી. સરકાર દૃેશના ૭ સૌથી વ્યસ્ત રેલવે કોરિડોરને ચાર-લેન અને ચાર-ટ્રેકવાળા બનાવવાનું કામ કરી રહી છે. આ પ્રોજેક્ટ્સ પાછળ અંદૃાજે ૧૦,૭૮૩ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે અને આનાથી લગભગ ૬૫૬ કિલોમીટર નવી રેલ લાઈનો જોડાશે અથવા અપગ્રેડ થશે. દિૃલ્હીથી મુંબઈ, મુંબઈથી ચેન્નઈ, ચેન્નઈથી કોલકાતા અને કોલકાતાથી દિૃલ્હી થઈને ફરી મુંબઈ સુધીનો રૂટ ગોલ્ડન ક્વાડ્રિલેટરલ બનાવે છે. આ ઉપરાંત દિૃલ્હીથી ચેન્નઈ, મુંબઈથી કોલકાતા અને દિૃલ્હીથી ગુવાહાટીના રૂટનો પણ સમાવેશ થાય છે. આ તમામ ૭ વ્યસ્ત કોરિડોરને ચાર-લેન બનાવવાની મંજૂરી આપવામાં આવી છે.દૃેશના કુલ ૧૧,૦૦૦ કિલોમીટરના હાઈ-ડેન્સિટી કોરિડોર પૈકી ૭ કોરિડોર એવા છે જ્યાં રેલવેનું લગભગ ૪૦ ટકા ટ્રાફિક ચાલે છે. આમાંથી આશરે ૨,૦૦૦ કિલોમીટરનું કામ પહેલેથી જ પૂરું થઈ ચૂક્યું છે અને ત્યાં ચાર લાઈનો બિછાવી દૃેવામાં આવી છે. આશરે ૫,૦૦૦ કિલોમીટર પર કામ ચાલી રહૃાું છે અથવા તેને મંજૂરી મળી ચૂકી છે, જ્યારે બાકીના ૪,૦૦૦ કિલોમીટર માટે અંતિમ મંજૂરીની પ્રક્રિયા ચાલી રહી છે.
આ પ્રોજેક્ટ્સથી પશ્ર્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા, મધ્ય પ્રદૃેશ અને છત્તીસગઢ એમ કુલ ૫ રાજ્યોના ૧૪ જિલ્લાઓમાં રેલવે નેટવર્કનો વ્યાપ વધશે. આનાથી આ વિસ્તારના આશરે ૪,૭૯૦ ગામોના લગભગ ૫૬ લાખ લોકોને સીધો ફાયદૃો થશે અને ઉત્તમ રેલ કનેક્ટિવિટી મળવાથી સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકો પણ ઊભી થશે.
સરકારે ખડગપુર-ઝારસુગુડા સેક્શનમાં બાગડેહી સુધી ચોથી લાઈન, કટની-પેંડ્રા રોડ ચોથી લાઈન અને બિલસપુર (ઉસલાપુર)-પેંડ્રા રોડ ત્રીજી લાઈનને મંજૂરી આપી છે.