Jai Hind

ઉત્તરપ્રદૃેશના કાનપુર જિલ્લામાં પૂરપીડિતોને અપાયેલી એક્સપાયર્ડ સિરપ પીતા જ બાળકો પડ્યા બિમાર

પિડીતોને મૌન રહેવા આપ્યા ૧૦૦ રૂપિયા

યુપીના કાનપુરના બારા માયાપુરમના રહેવાસીઓ પહેલાથી જ પાંડુ નદૃીના વધતા પાણીના સ્તરને કારણે થયેલા વિનાશનો સામનો કરી રહૃાા છે. ઘરોમાં પાણી ઘૂસવાના ભય અને રોગના જોખમ વચ્ચે, રાહતની આશા રાખનારાઓને મોટો આઘાત લાગ્યો જ્યારે આરોગ્ય વિભાગ દ્વારા વિતરણ કરવામાં આવતી દૃવાઓમાં એક્સપાયર્ડ સિપપ આપવાની વાત સામે આવી. એવો આરોપ છે કે જુલાઈ ૨૦૨૬ માં મર્યાદૃા પૂરી થઈ ગયેલી સિરપ પીધા પછી ઘણા બાળકો બીમાર પડ્યા હતા.
જ્યારે બાળકોને ઉલટી થવા લાગી, ત્યારે તેમના પરિવારજનો તેમને ખાનગી ડૉક્ટર પાસે લઈ ગયા અને સારવાર બાદૃ તેમની સ્થિતિમાં સુધારો થયો. આરોગ્ય વિભાગની એક ટીમે સોમવારે બપોરે માયાપુરમ વિસ્તારની મુલાકાત લીધી હતી જેથી આશરે ૨૦ પરિવારોને દૃવાઓનું વિતરણ કરી શકાય. પૂરગ્રસ્ત રહેવાસીઓને બીમારીથી બચાવવા માટે વિતરિત કરવામાં આવેલી દૃવાઓમાં સિરપ પણ સામેલ હતી. આરોપ છે કે, આ સિરપની એક્સપાયર્ડ ડેટ જુલાઇ ૨૦૨૬માં પૂરી થઈ ગઈ હતી.
બારા માયાપુરમના રહેવાસી જયપાલ અને મીનાના ચાર વર્ષના પુત્રને સિરપ પીધા પછી ઉલટી થવા લાગી. બાળકની હાલત બગડતા તેનો પરિવાર તેને ખાનગી ડૉક્ટર પાસે લઈ ગયો.
સારવાર બાદૃ ઋષભની હાલતમાં સુધારો થયો. તેવી જ રીતે, એવું પણ જાણવા મળ્યું હતું કે રૂદ્ર (સોનમ અને િંરકુનો ત્રણ વર્ષનો પુત્ર) અને આયુષ (અંકિતા અને અજયનો ત્રણ વર્ષનો પુત્ર) ની તબિયત પણ દૃવા અને સિરપ લીધા પછી વધુ ખરાબ થઈ ગઈ હતી.
એક સાથે અનેક બાળકો બીમાર પડતાં સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. રહેવાસીઓએ કથિત રીતે એક્સપાયર્ડ થયેલી સિરપ અને અન્ય દૃવાઓ ફેંકી દૃીધી હતી.