બેંગલુરુના બસવનગુડીમાં જન્મેલા અને દૃેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ’ભારત રત્ન’થી સન્માનિત ૯૨ વર્ષીય મહાન વૈજ્ઞાનિક પ્રોફેસર સી.એન.આર. રાવને ચૂંટણી પંચ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે.
મતદૃારયાદૃીની સમીક્ષા (જીૈંઇ) દૃરમિયાન તેમના નામના સ્પેિંલગમાં ભૂલ સામે આવતા, તેમને પોતાની ઓળખ સાબિત કરવા માટે સુનાવણીમાં રૂબરૂ હાજર રહેવાનો આદૃેશ અપાયો છે. ભારત રત્ન મેળવનારા દૃેશના ત્રીજા વૈજ્ઞાનિક એવા પ્રોફેસર રાવે વિજ્ઞાન ક્ષેત્રે દૃેશ અને બેંગલુરુ શહેર માટે અભૂતપૂર્વ પ્રદૃાન આપ્યું છે.
પ્રોફેસર રાવને ચૂંટણી તંત્ર દ્વારા ’સેલ્ફ-નેમ મિસમેચ’(નામમાં તફાવત)નું કારણ દૃર્શાવીને નોટિસ આપવામાં આવી છે. જૂની મતદૃારયાદૃીમાં તેમનું નામ ‘Prof. C.N.R. Rao’ લખાયેલું હતું, જ્યારે વર્તમાન મતદૃારયાદૃીમાં Prof.’ માં ભૂલથી એક વધારાનો અક્ષર ઉમેરાઈને ‘Proff. C.N.R. Rao’ થઈ ગયું છે.
નિયમ મુજબ જ્યારે ૨૦૦૨ની મતદૃારયાદૃી અને વર્તમાન મતદૃારયાદૃીમાં નામ કે વિગતો મેચ થતી ન હોય ત્યારે આ પ્રકારની નોટિસ પાઠવવામાં આવે છે.