Jai Hind

આંધ્રમાં મહિલાના પેટમાંથી ઘણી બધી પેન અને બોલ્ટ મળ્યા

આંધ્રપ્રદૃેશના પલનાડુ જિલ્લાના નરસારાવપેટની એક ૩૩ વર્ષીય પરિણીત મહિલાને છાતીની ડાબી બાજુએ ભારે દૃુખાવો થઈ રહૃાો હતો.
જ્યારે તેણી સારવાર માટે હોસ્પિટલ ગયા ત્યારે ડોકટરોએ પેટનો અલ્ટ્રાસાઉન્ડ કર્યો અને તેના પેટમાં પેન, બોલ્ટ અને અન્ય વસ્તુઓ જોઈને તેઓ આશ્ર્ચર્યચકિત થઈ ગયા.
તેની ગંભીર સ્થિતિને કારણે ડોકટરોએ આ વસ્તુઓ કાઢવા માટે સર્જરી કરી.
મહિલાની સારવાર કરનારા ડો. રામચંદ્ર રેડ્ડીના જણાવ્યા અનુસાર, આ તેમની કારકિર્દૃીમાં પહેલી વાર હતું જ્યારે તેમને દૃર્દૃીના પેટમાં લગભગ ૨૫ સેન્ટિમીટર લાંબી કોઈ વસ્તુ મળી હોય. મોં અને અન્નનળીમાંથી આટલી લાંબી વસ્તુ પેટ સુધી પહોંચે તે અત્યંત દૃુર્લભ માનવામાં આવે છે;
આ પ્રક્રિયા પેટથી આંતરડા સુધી ઇજાઓનું કારણ બની શકે છે.