મોદીએ દૃુનિયાને જણાવ્યું ભારતનું સ્પેસ મિશન
વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ ગુરુવારે પેરિસમાં ચાલી રહેલી ઈન્ટરનેશનલ સ્પેસ સમિટ (ૈંહીંહિટ્ઠર્ૈંહટ્ઠઙ્મ જીટ્ઠષ્ઠી જીેદ્બદ્બૈં)ને વર્ચ્યુઅલી સંબોધિત કરી હતી. પોતાના સંબોધનની શરૂઆતમાં વડાપ્રધાન મોદૃીએ આ સમિટમાં આમંત્રણ આપવા બદૃલ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોંનો આભાર માન્યો હતો. તેમણે કહૃાું કે, સદૃીઓથી અવકાશ (અંતરિક્ષ/સ્પેસ) આપણી કલ્પનાઓને પ્રેરિત કરતું આવ્યું છે અને આજે તે પૃથ્વી પર જીવ બચાવવામાં પણ મદૃદૃરૂપ બની રહૃાું છે. તેમણે કહૃાું કે, અંતરિક્ષની સંભાવનાઓ અમર્યાદિૃત છે. આપણી જવાબદૃારી સામૂહિક છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ કહૃાું કે, ભારતનો અભિગમ ‘વસુધૈવ કુટુંબકમ પર આધારિત છે, એટલે કે ‘એક પૃથ્વી, એક પરિવાર અને એક ભવિષ્ય. આ ભાવના પૃથ્વીની બહારના અંતરિક્ષ ક્ષેત્રમાં પણ પહોંચવી જોઈએ. અમે આંતરરાષ્ટ્રીય કાયદૃા પર આધારિત એક સુરક્ષિત અને ટકાઉ અંતરિક્ષ ક્ષેત્રનું સમર્થન કરીએ છીએ.
તેમણે વધુમાં કહૃાું કે, વૈજ્ઞાનિક ડેટાનો ઉપયોગ ઈમાનદૃારી સાથે એક સહિયારા લક્ષ્ય માટે કરવો જોઈએ. ભારતની અંતરિક્ષ યાત્રા (અવકાશ યાત્રા) પણ આ વિચારને પ્રતિિંબબિત કરે છે. પીએમ મોદૃીએ ભારતીય સ્પેસ એજન્સી ઈસરો (ૈંર્જીઇં)ની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહૃાું કે, ઈસરો (ૈંર્જીઇં)ની ટેક્નોલોજી અને પાર્ટનરશિપ માત્ર ભારત માટે જ નહીં, પરંતુ આખી દૃુનિયા માટે ઉપયોગી થાય છે. આ વૈશ્ર્વિક વિશ્ર્વાસ પાછળ ભારતીય વૈજ્ઞાનિકો, એન્જિનિયરો અને ટેક્નિશિયનોની અનેક પેઢીઓની મહેનત અને સમર્પણ છે. દિૃવસ-રાત કામ કરીને તેમણે ઈસરોની સાખ બનાવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ ઈન્ટરનેશનલ સ્પેસ સમિટ દૃરમિયાન ભારતના અંતરિક્ષ મિશન (સ્પેસ મિશન) વિશે પણ દૃુનિયાને જણાવ્યું. તેમણે કહૃાું કે, ચંદ્રયાન-૩એ ભારતને ચંદ્રના દૃક્ષિણ ધ્રુવની નજીક સફળતાપૂર્વક ઉતરનાર પ્રથમ દૃેશ બનાવ્યો. આદિૃત્ય-ન્૧ સૂર્યના રહસ્યોનો અભ્યાસ (સ્ટડી) કરી રહૃાું છે. ગયા વર્ષે એક ભારતીય અંતરિક્ષયાત્રીએ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની મુલાકાત લીધી હતી.
ભારતની અંતરિક્ષ યાત્રાના ભવિષ્ય વિશે વાત કરતાં પીએમ મોદૃીએ કહૃાું કે, આગળની વાત કરીએ તો અમારું લક્ષ્ય ૨૦૩૫ સુધીમાં ભારતીય અંતરિક્ષ સ્ટેશન (ભારતીય સ્પેસ સ્ટેશન) સ્થાપિત કરવાનું અને ૨૦૪૦ સુધીમાં કોઈ ભારતીયને ચંદ્ર પર મોકલવાનું છે.