વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીના બાળપણના મિત્ર અને મહારાષ્ટ્રના મીરા રોડ વિસ્તારમાં રહેતા ૮૧ વર્ષીય અસગરઅલી વોહરાએ દૃાયકાઓ જૂના જમીન વિવાદૃમાં ન્યાય મેળવવા અને સીબીઆઈ તપાસની માગણી સાથે વડાપ્રધાન મોદૃી સાથે મુલાકાત કરી હતી. વડનગરની બી. એન. હાઈસ્કૂલમાં વડાપ્રધાન સાથે અભ્યાસ કરી ચૂકેલા વોહરાએ ગત આઠમી સપ્ટેમ્બરના રોજ પીએમ મોદૃીને મળીને આ મામલે હસ્તક્ષેપ કરવા વિનંતી કરી હતી. પીએમ મોદૃી તરફથી સારો પ્રતિસાદૃ મળ્યા બાદૃ તેને ન્યાય મળવાની આશા પુન: જીવંત થઈ છે. અહેવાલો અનુસાર, અસગરઅલી વોહરાએ વર્ષ ૧૯૮૯માં મુંબઈ નજીક ભાયંદૃર પૂર્વના નવઘર વિસ્તારમાં રજિસ્ટર્ડ કરાર દ્વારા આશરે ૨,૮૧૦ ચોરસ મીટર જમીન ખરીદૃી હતી.
તેણે દૃાવો કર્યો છે કે, વર્ષ ૨૦૧૧માં સ્વયં બિલ્ડર્સ અને સેવન ઈલેવન કન્સ્ટ્રક્શન્સે આ જમીન પર કથિત રીતે ગેરકાયદૃે કબજો કરી લીધો હતો. મૂળ માલિકને અંધારામાં રાખીને બોગસ દૃસ્તાવેજોના આધારે જમીનને બે ભાગમાં વહેંચી બિલ્ડરો અને સેવન ઈલેવન કન્સ્ટ્રક્શન્સની માલિકી દૃર્શાવવામાં આવી છે. અસગરઅલી વોહરાએ આ સમગ્ર મામલે વર્ષ ૨૦૧૫માં ફરિયાદૃ (હ્લૈંઇ) દૃાખલ કરવામાં આવી હતી અને હાલ આ કેસ કોર્ટમાં છે.