એડવાન્સ્ડ 360 ડિગ્રી હોટીંગ ટેકનોલોજ, સર્વશ્રેષ્ઠ ક્ષમતાઓ અને આધુનિક ડિઝાઇન્સથી સજજ્જ નવી રેન્જ રોજિંદા રસોડામાં શેફ-સ્ટાઇલ કૂકીંગ લાવે છે
ભારતની અનેક અગ્રણી હોમ એપ્લાયસિસ બ્રાન્ડમાંની એક કેનસ્ટારએ પોતાના નવા એર ફાયર શ્રેણીને લોન્ચ કર્યું હોવાની ઘોષણા કરી છે, જે ગ્રાહકોને તમામ ક્ષમતાઓ, ડિઝાઈન્સ અને કૂકીંગ ફીચર્સમાં વધુ પસંદગીઓ પ્રદાન કરે છે. તંદુરસ્ત કૂકીંગ (રાંધણક્રિયા), સુગમતા, સર્વશ્રેષ્ઠતા અને સમકાલીન ડિઝાઇનના સમન્વય દ્વારા ભારતીય ઘરગથ્થુઓની બદલાતી જતી જરૂરિયાતોને પહોંચી વળવા માટે નવી શ્રેણીની ડિઝાઇન કરવામાં આવી છે.
આ પોર્ટફોલિયોમાં રોજિંદા વપરાશ માટે કોમ્પેક્ટ એર ફાયર્સ, એક સાથે બે ડીશ રાંધવા માટે ડ્યૂઅલ બાસ્કેટ મોડેલ્સ, સંપૂર્ણ કાચના એર ફ્રાયર્સ અને મોટા પરિવારો અને કૂકીંગની જરૂરિયાતો માટે ઊંચી ક્ષમતાવાળા એર ફ્રાયર્સ ઓવેન્સનો સમાવેશ થાય છે. આ વિશાળ શ્રેણી સાથે ગ્રાહકો પોતાના પરિવારના કદ, રસોડાન જગ્યા, કૂકીંગ જરૂરિયાતો અને ભેટ આપવન જરૂરિયાતોને આધારે એર ફાયરની પસંદગી કરી શકે છે.
ભારતમાં એર ફ્રાયર્સની સૌથી વિશાળ રેન્જના લોન્ચ પર ટિપ્પણી કરતા કેનસ્ટારના સીઇઓ શ્રી સુનીલ જૈનએ જણાવ્યું હતું કે, ભારતીય રસોડાઓ વિકસી રહ્યા છે અને ગ્રાહકો આજે એવા એપ્લાયસિસ (ઉપકરણો)ની શોધમાં છે જે વધુ સારી સુગમતા, શ્રેષ્ઠતા અને તંદુરસ્ત માર્ગો પ્રદાન કરતા હોય જેથી તેઓને પ્રિય ખોરાકને માણી શકે. કેનસ્ટાર ખાતે અમારું હંમેશા અર્થપૂર્ણ એવી નવીનતાઓનું સર્જન કરવા પર રહ્યું છે જે રોજિંદા જીવનને વધુ સરળ અને આનંદદાયક બનાવે. અમારી નવા એર ફાયર્સની શ્રેણી વિવિધ પોર્ટફોલિયોમાં એક સાથે 360 ડિગ્રી ટર્બો એર ટેકનોલોજી, મલ્ટીફંકશનલ કૂકીંગ, વિસ્તરિત શ્રેષ્ઠતા અને સમકાલીન ડિઝાઇન લાવે છે, જે ગ્રાહકોને તેમની જરૂરિયાત સાથે સારી રીતે ફીટ બેસે તેની પસંદગી કરવાની સ્વતંત્રતા આપે છે. આ શ્રેણી સાથે અમે એર ફ્રાયર્સને પર્ફોમન્સ ડિલીવર કરવાની સાથે અને કેનસ્ટાર પાસેથી જે ગ્રાહકો અપેક્ષા રાખે છે તે વિશ્વસનીયતા સાથે રોજિંદા કૂકીંગના વધુ શ્રેષ્ઠ અને સુગમ ભાગ બનાવવાનો હેતુ ધરાવીએ છીએ.
નવી શ્રેણીમાં ડ્યુઓકોર ઇન્ટેલી હીટિંગ ટેકનોલોજી જેવી અદ્યતન ટેકનોલોજી છે, જે ગરમીને સમાનરૂપે વિતરિત કરવામાં મદદ કરે છે જેથી તે વધુ સારી રીતે બ્રાઉનિંગ અને ક્રિપિંગ થાય, અને ટર્બો એર ટેકનોલોજી, જે એકસમાન રસોઈ અને સંપૂર્ણ કંચને ટેકો આપે છે.