Jai Hind

યુપીઆઇ ચાર્જનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો

૨૦૦૦થી વધુ મર્ચન્ટ પેમેન્ટ્સ વિરૂધ્ધ કોર્ટમાં અરજી દાખલ

યુપીઆઈ પેમેન્ટ્સ પરના ચાર્જનો મુદ્દો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. રૂા.૨,૦૦૦થી વધુના મર્ચન્ટ ેંઁૈં પેમેન્ટ્સ પર લાદૃવામાં આવેલા ચાર્જને પડકારતી એક અરજી દૃાખલ કરવામાં આવી છે. આ નિર્ણયની જાહેરાત કેન્દ્ર સરકારે બુધવારે કરી હતી. આ અરજી એડવોકેટ અંજન દૃત્તા દ્વારા દૃાખલ કરવામાં આવી છે.
એડવોકેટ અંજન દૃત્તા દ્વારા દૃાખલ કરવામાં આવેલી અરજીમાં ૧૪ ડિસેમ્બરે બહાર પાડવામાં આવેલી સૂચના અને આ બાબતે ૧૫ સપ્ટેમ્બરે બહાર પાડવામાં આવેલા એમડીઆર (મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ) ફ્રેમવર્કને રદૃ કરવાની માંગ કરવામાં આવી છે.
તેઓ દૃલીલ કરે છે કે આ પગલાં સંપૂર્ણપણે ગેરબંધારણીય અને ખામીયુક્ત છે. અરજીમાં જણાવાયું છે કે સરકારે પૂરતા કાનૂની આધાર વિના આ નિર્ણય લીધો છે.