Jai Hind

એમેઝોન પેએ એચડીએફસી એર્ગો સાથે ભાગીદારીમાં હેલ્થ ઈન્શ્યુરન્સ લોન્ચ કર્યો

એમેઝોન પેએ ’ગ્લોબલ ફિનટેક ફેસ્ટ’ ખાતે એચડીએફસી એર્ગો જનરલ ઈન્શ્યુરન્સ કંપની સાથે ભાગીદારીમાં અળફુજ્ઞક્ષ.શક્ષ પર હેલ્થ ઈન્શ્યુરન્સ ખરીદવાની ડિજિટલ અને ’સેલ્ફ-સર્વ’ પ્રક્રિયા શરૂ કરી છે. આ સુવિધા ગ્રાહકોને હેલ્થ પ્લાનમાં કઈ બાબતો આવરી લેવામાં આવી છે તે સમજવામાં અને માર્ગદર્શિત ’ડુ-ઈટ-યોરસેલ્ફ’ (ઉઈંઢ) પ્રક્રિયા દ્વારા અરજી પૂર્ણ કરવામાં સક્ષમ બનાવે છે; આનાથી સ્પામ કોલ્સ અથવા બ્રાન્ચની મુલાકાત લેવાની જરૂરિયાત રહેતી નથી.
ખરીદીની આ પ્રક્રિયા સીધી એમેઝોન પેના હેલ્થ ઈન્શ્યુરન્સ પેજ પર જ ઉપલબ્ધ છે અને તેમાં એચડીએફસી એર્ગોનો ’ઓપ્ટિમા સિક્યોર+’ પ્લાન સામેલ છે. ગ્રાહકો જે ક્ષણે આ પેજ પર આવે છે ત્યારથી જ તેઓ કવરેજની વિગતો જાણી શકે છે, પ્લાનમાં શું આવરી લેવાયું છે તે તપાસી શકે છે અને સ્વતંત્ર રીતે ખરીદી પૂર્ણ કરી શકે છે. આ પ્રક્રિયા એચડીએફસી એર્ગોનાં વર્ષોના ઊંડા અનુભવના આધારે તૈયાર કરવામાં આવી છે, જે એક સરળ ઉઈંઢ અનુભવ પૂરો પાડે છે. તે ખાસ કરીને એવા ડિજિટલ-સમજદાર ગ્રાહકો માટે છે જેઓ યોગ્ય હેલ્થ ઈન્શ્યુરન્સ સોલ્યુશન પસંદ કરવા અને સ્વાસ્થ્ય સંબંધિત કટોકટી સામે સુરક્ષિત રહેવા ઈચ્છે છે.
એમેઝોન પે ઈન્ડિયાના સીઈઓ વિકાસ બંસલે કહ્યું, “આજે ભારતીયો વધુ ને વધુ સ્વાસ્થ્ય- સભાન બની રહ્યા છે તેમ છતાં તેમનામાંથી મોટા ભાગના લોકો વીમા વિનાના છે, કારણ કે ખરીદીની પ્રક્રિયા દરમિયાન તેમના કેટલાક પ્રશ્નોના જવાબ મળતા નથી. અમને એચડીએફસી એર્ગો જનરલ ઈન્શ્યુરન્સ સાથે ભાગીદારી કરવામાં અને તેમનો મુખ્ય હેલ્થ ઈન્શ્યુરન્સ પ્લાન – ’ઓપ્ટિમા સિક્યોર+’ – રજૂ કરવામાં આનંદ થાય છે. અમે વીમા ક્ષેત્રના અમારા અનુભવનો ઉપયોગ કરીને લાખો ગ્રાહકો અને અન્ય લોકો માટે ડિજિટલ રીતે હેલ્થ ઈન્શ્યુરન્સ મેળવવાનું અને તેને સમજવાનું સરળ બનાવી રહ્યા છીએ.